હવે ઍૅરલાઇન્સ ઇચ્છા મુજબનું ભાડું પ્રવાસી પાસેથી લઈ શકશે

11 August, 2022 09:03 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રોગચાળો શરૂ થયા બાદ સરકારે હવાઈ ભાડા પર મૂકેલી મર્યાદાને હટાવી દીધી છે

પ્રતીકાત્મક તસવીર

મુસાફરો પાસેથી કેટલું ભાડું લેવું એ ૩૧ ઑગસ્ટ બાદ ઍરલાઇન્સ નક્કી કરી શકશે. રોગચાળો શરૂ થયા બાદ સરકારે હવાઈ ભાડા પર મૂકેલી મર્યાદાને હટાવી દીધી છે. ઍરલાઇન્સ મોટી ખોટ કરી રહી હોવાનું તાજેતરમાં જણાવવામાં આવ્યું હતું. સરકારે લઘુતમ તેમ જ મહત્તમ તમામ પ્રકારની મર્યાદાઓને હટાવી દીધી છે. પરિણામે ઍરલાઇન્સ પ્રવાસીઓની સંખ્યા વધે એ માટે ટિકિટમાં ઇચ્છે એ પ્રકારની છૂટ આપી શકશે.  ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે આ વાત મુસાફરો માટે સારી છે, કારણ કે હવાઈ સફરનાં ભાડાંઓ ઘટવાં જોઈએ. સરકારે ઍરટર્બાઇન ઈંધણની દૈનિક માગ અને કિંમતોનું વિશ્લેષણ કર્યા બાદ હવાઈ ભાડાની મર્યાદા દૂર કરવાનો નિર્ણય લીધો છે. 

national news