બીજેપી ને કૉન્ગ્રેસની લડાઈને કારણે સંસદનો સાતમો દિવસ પણ વેડફાયો

31 August, 2012 06:05 AM IST  | 

બીજેપી ને કૉન્ગ્રેસની લડાઈને કારણે સંસદનો સાતમો દિવસ પણ વેડફાયો

બીજેપીએ આ મુદ્દે વડા પ્રધાનના રાજીનામાની માગણી કરીને બન્ને ગૃહ ચાલવા દીધાં ન હતાં. બીજેપીના સભ્યોએ વેલમાં ધસી આવીને મનમોહન સિંહના રાજીનામાની માગણી ચાલુ રાખી હતી. કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીનું આક્રમક વલણ યથાવત્ રહ્યું હતું. વડા પ્રધાનના રાજીનામાની બીજેપીની માગણી ક્યારેય નહીં સ્વીકારવામાં આવે એવું સ્પષ્ટ કરી દેતાં મુખ્ય વિરોધ પક્ષને ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો. કોલસા કૌભાંડ મુદ્દે એનડીએમાં કોઈ મતભેદ નહીં હોવાનું જણાવતાં જેડીયુના નેતા શરદ યાદવે વડા પ્રધાનને રાજીનામું આપવા અપીલ કરી હતી.