પશ્ચિમ બંગાળમાં ગવર્નરે મમતા સરકારની વિધાનસભા ભંગ કરી

08 May, 2026 07:08 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

કલકત્તામાં આજે BJPના વિધાનસભ્યોની બેઠકમાં નક્કી થશે ભાવિ મુખ્ય પ્રધાન

મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના રાજ્યપાલે ગઈ કાલે રાજનીતિ સાથે સંકળાયેલો એક ઐતિહાસિક અને સંવિધાનિક નિર્ણય લીધો હતો. ૭ મેએ વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થતો હોવાથી રાજ્યપાલ આર. એન. રવિએ વિધાનસભા ભંગ કરવાની નોટિસ જાહેર કરી હતી. આ જાહેરાત પછી હવે મમતા બૅનરજી પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન નથી રહ્યાં. તૃણમૂલ કૉન્ગ્રેસનું ૧૫ વર્ષ જૂનું રાજ આ સાથે ખતમ થયું હતું. 

કલકત્તા ગૅઝેટમાં બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર રાજ્યપાલે વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ૭ મે એટલે કે ગઈ કાલે લાગુ પડ્યો હતો. હવે રાજ્યમાં જૂની વિધાનસભા બચી નથી અને મમતા બૅનરજી મુખ્ય પ્રધાનપદ પર નથી રહ્યાં. નોટિફિકેશનમાં ભારતીય સંવિધાનની કલમ ૧૭૪(૨)(b) અંતર્ગત મળેલા પાવરનો ઉપયોગ કરીને રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી હોવાનું જણાવાયું છે.

national news india west bengal kolkata mamata banerjee indian government bhartiya janta party bjp bharatiya janata party