PNG કનેક્શન લેવા સરકાર ઑફર કરી રહી છે ૫૦૦ રૂપિયાનું બોનસ

17 March, 2026 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં મહાનગર ગૅસ લિમિટેડે નવાં ઘરેલુ PNG કનેક્શન માટે ૫૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ફી માફ કરી દીધી છે

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં ગૅસ-સિલિન્ડરને બદલે પાઇપથી ગૅસ-પુરવઠો પૂરો પાડવા માટે સરકારે કમર કસી છે અને સિલિન્ડરોને બદલે ઘરોમાં ગૅસ પહોંચાડવા માટે પાઇપલાઇન નેટવર્કને ઝડપથી વિસ્તારી રહી છે. આ સિસ્ટમને PNG અથવા પાઇપ્ડ નૅચરલ ગૅસ કહેવામાં આવે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ નિયમનકારી બોર્ડ અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે અનેક યોજનાઓ ચલાવી રહ્યાં છે. કેટલાંક શહેરોમાં નવાં PNG કનેક્શનો મેળવનારા ગ્રાહકોને ૫૦૦ રૂપિયા સુધીનાં પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યાં છે. 

PNG મૂળભૂત રીતે કુદરતી ગૅસ છે જે પાઇપલાઇન દ્વારા સીધો ઘરોમાં પહોંચાડવામાં આવે છે. એમાં મુખ્યત્વે મિથેન ગૅસ હોય છે અને એનો ઉપયોગ રસોઈ માટે થાય છે. એનો સૌથી મોટો ફાયદો એ છે કે સિલિન્ડર ખતમ થવાની રાહ જોવાની જરૂર નથી. પાઇપ દ્વારા ગૅસ સતત પૂરો પાડવામાં આવે છે અને જરૂરિયાત મુજબ બિલ જનરેટ થાય છે. એ ગૅસ-સિલિન્ડરોની સરખામણીમાં સસ્તો છે.

મુંબઈમાં મહાનગર ગૅસ લિમિટેડે નવાં ઘરેલુ PNG કનેક્શન માટે ૫૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ફી માફ કરી દીધી છે. કંપની મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં કાર્યરત છે. કંપનીએ એક લાખથી પાંચ લાખ સુધીની સુરક્ષા-ડિપોઝિટ માફ કરીને કમર્શિયલ ગ્રાહકોને રાહત પણ આપી છે.

national news india lpg crisis lpg cylinder indian government middle east crisis