ગાંધી પરિવારની SPG સુરક્ષા પાછી લેવાનો સરકારનો નિર્ણય, મળશે Z+ સુરક્ષા

08 November, 2019 05:29 PM IST  |  New Delhi

ગાંધી પરિવારની SPG સુરક્ષા પાછી લેવાનો સરકારનો નિર્ણય, મળશે Z+ સુરક્ષા

ગાંધી પરિવાર

સરકારે ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પાછી લેવાનો નિર્ણય કર્યો છે. સરકારના ઉચ્ચે પદ પરના સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. સૂત્રોનું માનીએ તો ગાંધી પરિવારને હવે એસપીજીના બદલે ઝે પ્લસ સુરક્ષા મળશે.

આ પહેલા એસપીજી સુરક્ષા માત્ર ચાર લોકો પાસે હતી. જેમાં વડાપ્રધાન મોદી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામેલ હતા. એટલે કે હવે આ સુરક્ષા માત્ર વડાપ્રધાન મોદી પાસે રહી છે. સમય સમય પર દેશની ચર્ચિત હસ્તીઓને આપવામાં આવતી સુરક્ષાની સમીક્ષા કરવામાં આવે છે અને જરૂર પ્રમાણે તેમાં ફેરફાર કરવામાં આવે છે.

સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે તમામ એજન્સીઓ પાસેથી મળેલા થ્રેટ ઈનપુટનો અભ્યાસ કર્યા બાદ આ નિર્ણય લીધો છે. જેના અભ્યાસ બાદ સરકારને લાગ્યું કે ગાંધી પરિવારને સીધી રીતે કોઈ ખતરો નથી. આ જ વર્ષે ઑગસ્ટમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એસપીજી સુરક્ષા પણ હટાવવામાં આવી હતી. જણાવી દઈએ કે એસપીજી સુરક્ષાનું સ્તર સૌથી ઉંચું હોય છે જેમાં અત્યાધુનિક હથિયારોથી સજ્જ કમાન્ડો તહેનાત રહે છે.

જણાવી દઈ કે દેશમાં સુરક્ષાનો મામલો ગૃહ મંત્રાલયને હસ્તક હોય છે. ગૃહ મંત્રાલય સમય સમય પર સમીક્ષા કર્યા બાદ વીઆઈપીને સુરક્ષા ઉપલબ્ધ કરાવે છે. એસપીજી એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એક ખાસ સુરક્ષા ગ્રુપ છે. જેના અંતર્ગત વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાનના નજીકના લોકોને સુરક્ષા આપવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તેની સ્થાપના કરવામાં આવી હતી.

ઝેડ પ્લસ ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થા હોય છે, જેમાં કુલ 36 સુરક્ષા કર્મીઓ લાગ્યા હોય છે. પહેલા સ્તરમાં 10 એનએસજી કમાન્ડો, બીજા સ્તરમાં એસપીજી જ્યારે ત્રીજા સ્તરમાં આઈટીબીપીના જવાનો હોય છે.

ગયા મહિને એક રિપોર્ટ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારે એસપીજી સુરક્ષા પામનારી દિગ્ગજ હસ્તીઓ માટે નવા નિર્દેશો જાહેર કર્યા હતા. સરકારે કહ્યું હતું કે હવે વિદેશ યાત્રા દરમિયાન પણ વીવીઆઈપી લોકો સાથે એસપીજી સુરક્ષાકર્મી હાજર રહેશે. ત્યારે કોંગ્રેસે સરકારના આ પગલાંની ટીકા કરી હતી.

sonia gandhi rahul gandhi priyanka gandhi