લૉકડાઉન 5.0 નહીં હવે અનલૉક 1, જાણો શું છે નવા નિયમો

30 May, 2020 08:12 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

લૉકડાઉન 5.0 નહીં હવે અનલૉક 1, જાણો શું છે નવા નિયમો

પ્રતીકાત્મક તસવીર

ગૃહમંત્રાલયે લૉકડાઉન પૂરું કરી દીધું અને હવે અનલૉક 1ની ગાઈડલાઇન્સ (Unlock 1 Guidelines and rules) જાહેર કરી દીધી છે. આ અંતર્ગત કન્ટેન્મેન્ટ ઝોનની બહાર તબક્કાવાર છૂટછાટ આપવામાં આવશે, પણ હાલ કન્ટેન્મેન્ટ જોનમાં સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જો કે, આવશ્ય વસ્તુઓ માટે પરવાનગી છે. અનલૉક 1ની આ ગાઈડલાઇન્સ 1 જૂનથી 30 જૂન માટે લાગૂ પાડવામાં આવી છે. તો જાણો શું છે લૉકડાઉન 5.0 નહીં પણ અનલૉક 1...

નાઇટ કર્ફ્યૂ જળવાયેલું રહેશે
રાતનું કર્ફ્યૂ જળવાઈ રહેશે. જે જીવનાવશ્યક વસ્તુઓ છે, તેમની માટે કોઇ જ કર્ફ્યૂ નહીં હોય. રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હવે નાઇટ કર્ફ્યૂ રહેશે. અત્યાર સુધી સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી હતું, સ્કૂલ-કૉલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા અંગે સરકાર પછીથી નિર્ણય લેશે.

ખુલશે ધાર્મિક સ્થળો, પણ શરતો લાગૂ
મંદિર, મસ્જિદ, ગુરૂદ્વાર, ચર્ચમાં જઈ શકશો. કેટલાક રાજ્યોની ઇચ્છા છે કે મૉલ્સ પણ ખોલવામાં આવે તો તે પણ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. સ્કૂલ-કૉલેજ બીજા ફેસમાં જુલાઇથી શરૂ કરવામાં આવી શકે છે. 8 જૂનથી રેસ્ટૉરન્ટ્સ અને હૉટેલ્સ પણ શરૂ થઈ શકશે. સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક કમ્પલસરી રહેશે. ધાર્મિક સ્થળો અને સલૂન શરૂ કરવામાં આવશે પણ કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી રહેશે.

ક્યાંય પણ આવી-જઈ શકશે લોકો
એકથી બીજા રાજ્યમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તે હટાવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં પણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લોકો આવાગમન કરી શકશે, પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન આવશ્યક છે. ક્યાંય પણ આવવા કે જવા પહેલા કોઇપણ પ્રકારની પરવાનગી લેવાની જરૂર નહીં પડે.

રાજ્ય સરકારો પાસે છે વધારે તાકત
હવે રાજ્ય સરકારને વધારે તાકાત આપવામાં આવી છે. રાજ્ય સરકાર નક્કી કરશે કે કેવી રીતે રાજ્યોમાં બસ અને મેટ્રો સેવાઓ શરૂ થશે. કેન્દ્ર સરકારે પ્રતિબંધ હટાવી દીધા છે, પણ રાજ્ય સરકાર પોતાના સ્તરે પ્રતિબંધ મૂકી શકે છે.

જાવડેકરે આપ્યા હતા આ વિશે સંકેત
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન પહેલા જ કહ્યું હતું કે લૉકડાઉન 5.0 ખૂબ જ સામાન્ય હશે. તેમણે જણાવ્યું કે, "આમાં અમુક જ વિસ્તારોમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. અન્ય જનજીવન સામાન્ય કરી દેવામાં આવશે." તેમણે જણાવ્યું કે હાલ જે પરિસ્થિતિ છે તે હંમેશાં નહીં રહે. લોકોને ઘણી હદે છૂટ આપવામાં આવી ચે અને હવે આશા છે કે સામાન્ય જીવન થશે.

national news lockdown