આખરે PUBG ઉપર પણ બૅન, આ 118 એપ્પ ઉપર સરકારે લગાવ્યો પ્રતિબંધ

02 September, 2020 06:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આખરે PUBG ઉપર પણ બૅન, આ 118 એપ્પ ઉપર સરકારે લગાવ્યો પ્રતિબંધ

ફાઈલ તસવીર

ભારત-ચીન વચ્ચે ટેન્શન યથાવત્ છે એવામાં સરકારે 118 એપ્પ ઉપર પ્રતિબંધ મૂકીને ડ્રેગનને ઠંડું પાડી દીધું છે. આ 118 એપ્પમાં યુવાઓમાં સૌથી વધુ રમાતી PUBGનો પણ સમાવેશ છે.

પબજીના ભારતમાં 3.3 કરોડ એક્ટિવ પ્લેયર્સ છે. આ ગેમમાં દૈનિક 1.3 કરોડ લોકો જોડાય છે. જોકે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે કહ્યું કે, દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટના સેક્શન 69એ અંતર્ગત આ એપ્સ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. ભારતીય સાયબરસ્પેસમાં સલામતિ રાખવા માટે આ નિર્ણય લેવો પડ્યો છે. આ પગલાથી કરોડો ભારતીય મોબાઈલ અને ઈન્ટરનેટ યુઝર્સને સુરક્ષા મળશે.

એનરોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ્સમાં યુઝર્સના ડેટા ભારતની બહાર ટ્રાન્સફર કરવા મોબાઈલ એપ્પસનો ઉપયોગ થતો હોવાની ઘણી ફરિયાદ મંત્રાલયને મળી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ નિર્ણય લેવો પડ્યો હતો.

 

આ એપ્પ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છેઃ

   

national news china