✕

૧૦૦ ટકા એથનૉલ પર ચાલતાં વાહનોને મંજૂરી આપી સરકારે

27 October, 2026 07:23 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

૨૩ ઑક્ટોબરે બહાર પાડવામાં આવેલું અને ૨૬ ઑક્ટોબરે અધિકૃત ગૅઝેટમાં પ્રકાશિત થયેલું આ જાહેરનામું તાત્કાલિક અસરથી અમલમાં આવે છે

પ્રતીકાત્મક તસવીર

સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો કર્યો છે જેથી E100 સુધીના એટલે કે લગભગ શુદ્ધ એથનૉલ પર ચાલી શકે એવાં ‘ફ્લેક્સ-ફ્યુઅલ’ વાહનોને મંજૂરી મળી શકે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે E20થી વધુ અને E100 સુધીના ઈંધણનો ઉપયોગ ફક્ત એવાં વાહનોમાં જ થઈ શકે છે જે ખાસ કરીને એના ઉપયોગ માટે ડિઝાઇન અને પ્રમાણિત કરવામાં આવ્યાં હોય. આ ઉપરાંત આ ફેરફારોથી પ્રભાવિત થતાં હળવા પેટ્રોલ અને ડીઝલ વાહનો માટે સરકારે વજનની મર્યાદા વધારીને ૩૫૦૦ કિલો કરી દીધી છે.

૨૩ ઑક્ટોબરે બહાર પાડવામાં આવેલું અને ૨૬ ઑક્ટોબરે અધિકૃત ગૅઝેટમાં પ્રકાશિત થયેલું આ જાહેરનામું તાત્કાલિક અસરથી અમલમાં આવે છે. આ પગલું ૨૭ એપ્રિલે પ્રસિદ્ધ કરાયેલા નિયમોના મુસદ્દાને અનુસરીને લેવામાં આવ્યું છે જે બાદ મંત્રાલયે જાહેર જનતા તરફથી મળેલાં વાંધાઓ અને સૂચનોની સમીક્ષા કરી અને ત્યાર બાદ આ અંતિમ જાહેરનામું બહાર પાડ્યું છે.

national news india indian government automobiles