બ્લૅક મનીની માહિતી મેળવવા માટે ભારતીય દૂતાવાસોમાં અધિકારીઓ નીમવાની માગણી

03 November, 2014 06:07 AM IST  | 

બ્લૅક મનીની માહિતી મેળવવા માટે ભારતીય દૂતાવાસોમાં અધિકારીઓ નીમવાની માગણી


બ્લૅક મનીની માહિતી SITને આપો

બ્લૅક મની વિશે તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે મે મહિનામાં રિટાયર્ડ જસ્ટિસ એમ. બી. શાહના નેતૃત્વ હેઠળ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવી હતી, જેમાં વાઇસ ચૅરમૅન તરીકે રિટાયર્ડ જસ્ટિસ અજિત પસાયતને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ટીમે ગઈ કાલે કહ્યું હતું કે ‘જે કોઈ પણ વિશે બ્લૅક મની વિશે માહિતી હોય એ અમારી સાથે શૅર કરો. અમે આ સંદર્ભમાં ટૂંક સમયમાં એક જાહેરાત આપીશું અને એમાં અમારી સાથે લોકો માહિતી કેવી રીતે શૅર કરી શકે એની વિગતો આપીશું. લોકો ફૂ-મેઇલ દ્વારા પણ અમને માહિતી આપી શકશે અથવા પત્ર પણ લખી શકશે. જોકે લોકોએ માહિતી આપતી વખતે વ્યક્તિનું નામ, સરનામું, બૅન્કની વિગતો આપવાની રહેશે એના પર અમે તપાસ કરીશું. ’

સ્વિસ બૅન્કોમાં ફફડાટ

બ્લૅક મની વિશે તપાસ કરવા માટે કેન્દ્ર સરકારે લીધેલાં પગલાંના કારણે હવે સ્વિસ બૅન્કો પણ એમનાં હિતોની સાચવણી કરવા માટે કદમ ઉઠાવી રહી છે. કેટલીક બૅન્કોએ ભવિષ્યમાં આ માટે કાનૂની લડત લડવી પડે એ માટે અલગથી નાણાંની જોગવાઈ કરવાનું નક્કી કર્યું છે. કેટલીક બૅન્કોએ સ્વિસ સરકારને પણ લખ્યું છે કે તેમણે અમને આ કેસમાં સહાયતા કરવી જોઈએ.