ધર્માતરણના મુદ્દે લોકસભામાં હોબાળો,સરકાર ચર્ચા માટે તૈયાર

11 December, 2014 09:47 AM IST  | 

ધર્માતરણના મુદ્દે લોકસભામાં હોબાળો,સરકાર ચર્ચા માટે તૈયાર




નવી દિલ્હી,તા.11 ડિસેમ્બર

રોજ-રોજ સંસંદ એક ખાસ મુદ્દે બાધિત કરવી યોગ્ય નથી,કારણ કે સદનમાં મહત્વના અન્ય કામો કરવાના બાકી છે.નાયડૂએ કહ્યુ હતુ કે સરકાર આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.સકરાર ઈચ્છે છે કે ધર્મ પરિવર્તન રોકવા માટે કાયદો ઘડવામાં આવે.

નાયડૂએ કહ્યુ હતુ કે ધર્માતરણ પર ચર્ચા કરવી જોઈએ અને પુનઃ ધર્મ પરિવર્તન પર પણ ચર્ચા કરવી જોઈએ.ધર્મ પરિવર્તન પર ચર્ચા કરવા માટે દેશમાં કાયદો લાવવો જરૂરી છે.આપણે સૌ તેના માટે તૈયાર છીએ.દરેક રાજ્યોમા આ અંગે કાયદો લાવવામાં આવે.

આગરામાં કથિત ધર્માતરણના મુદ્દે આજે લોકસભામાં થયેલા હોબાળાને કારણે કાર્યવાહી 10 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી.સદનની આજની કાર્યવાહી શરૂ થતા જ આ વિપક્ષે નવો મુદ્દો ઉઠાવ્યો હતો.જો કે સરકારે કહ્યુ હતુ કે તે આ મુદ્દે ચર્ચા કરવા અને સર્વસમંતિથી કાયદો ઘડવા પણ તૈયાર છે.

સંસદમાં કોંગ્રેસ,તૃણમૂલ કોંગ્રેસ,રાજદ,વામ દળોના સભ્યો આધ્યક્ષના પદ નજીક આવી નારેબાજી કરવા લાગ્યા હતા.આ હોબાળા વચ્ચે કોંગ્રેસના નેતા મલ્લિકાઅર્જુને ખડગેએ કહ્યુ હતુ કે હુ આગ્રહ કરુ છુ કે પ્રશ્નકાળ સ્થગિત કરીને આ મુદ્દે ચર્ચા કરવામાં આવે.આ મુદ્દો એકતા અને સંવિધાનની રક્ષાનો વિષય છે.સંસદીય કાર્ય મંત્રી વેંકૈયા નાયડૂએ કહ્યુ હતુ કે દેશની એકતા અને અખંડતાની કોઈ સમસ્યા નથી.આ વિષય પર રાજનીતિ કરવામાં ન આવે.એકતરફી વલણથી સદન ન ચાલી શકે.