ગોપીનાથ મુંડે હત્યાના દાવા બાદ પહેલી વાર સામે આવ્યું પંકજાનું નિવેદન

24 January, 2019 11:47 AM IST  | 

ગોપીનાથ મુંડે હત્યાના દાવા બાદ પહેલી વાર સામે આવ્યું પંકજાનું નિવેદન

પંકજા મુંડેને પિતાના નિધન પર નિવેદન

મહારાષ્ટ્રની મંત્રી પંકજા મુંડેએ એ દાવાને ફગાવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમના પિતા અને ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેની હત્યા કરવામાં આવી હતી. આ દાવો અમેરિકાના રહેતા ભારતના એક સાયબર એક્સપર્ટે કર્યો છે. 2014ની લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના પરિણામોની જીત બાદ નવી દિલ્હીમાં થયેલા એક માર્ગ અકસ્માત ગોપીનાથ મુંડેનું મોત થયું છે.

મહારાષ્ટ્રની મહિલા અને બાળ વિકાસ મંત્રી પંકજાએ કહ્યું કે તેઓ તેમનામાંથી નથી જેઓ તે મુદ્દાને સનસનીખેજ બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે તે ન તો હેકર છે કે ન તો તપાસ એજન્સી. પંકજાએ કહ્યું કે,  'હું એક દીકરી છું. હું તમે આગ્રહ કરું છું કે તમે મને એક દીકરીના રૂપમાં જુઓ. છેલ્લા બે દિવસથી મીડિયા મારા પર નિવેદન આપવા માટે દબાણ કરી રહી છે. પરંતુ હું સમજી નથી શકતી કે હું શું બોલું. જ્યારે મુંડેજીનું નિધન થયું ત્યારે મે ગૃહમંત્રી રાજનાથ સિંહને CBI તપાસ કરવાનો આગ્રહ કર્યો હતો. અને તે થઈ ચુકી છે'.

આ પણ વાંચોઃ કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલા હવે NCPમાં જોડાશે

અમેરિકામાં રાજનૈતિક શરણ લેનારા કથિત સાઈબર એક્સપર્ટ સૈયદ સુજાએ સોમવારે દાવો કર્યો હતો કે 2014માં ચૂંટણીમાં ઈવીએમના માધ્યમથી ગરબડ કરવામાં આવી હતી. તેમનો દાવો છે કે ઈવીએમને હેક કરી શકાય છે. ચૂંટણી આયોગે તેના એ દાવાને ફગાવ્યો છે. તેમણે એ પણ દાવો કર્યો હતો કે ભાજપના નેતા ગોપીનાથ મુંડેની હત્યા થઈ હતી. કારણ કે ઈવીએમના હેકિંગ મામલે જાણકારી હતી.

gopinath munde pankaja munde