ગૂગલે પ્લે સ્ટોરમાંથી એવા પર્સનલ લોન ઍપ્સ હટાવ્યા

15 January, 2021 04:23 PM IST  |  New Delhi | Agencies

ગૂગલે પ્લે સ્ટોરમાંથી એવા પર્સનલ લોન ઍપ્સ હટાવ્યા

તસવીર સૌજન્ય જાગરણ

ભારતમાં સરકારી એજન્સીઝની બહાલી સાથે યુઝર્સના વપરાશમાં આવતા ભારતના સેંકડો પર્સનલ લોન ઍપ્સની ફેરચકાસણી કરી હોવાનું ઇન્ફોટેક જાયન્ટ ગૂગલ તરફથી ગઈ કાલે જણાવવામાં આવ્યું હતું. ગૂગલના અધિકારીઓએ કરેલી ચકાસણીમાં જે ઍપ્સ તેમની સેફ્ટી પૉલિસીઝનો ભંગ કરનારા જણાયા, એ ઍપ્સ પ્લે સ્ટોરમાંથી હટાવ્યા હોવાનું પણ ગઈ કાલે જણાવવામાં આવ્યું હતું. ગૂગલ કંપની તરફથી અન્ય વણઓળખાયેલા ઍપ્સના ડેવલપર્સને સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરતા હોવાની સ્પષ્ટતાઓ કરવાની સૂચના આપવામાં આવી હતી. જો એ સૂચનાઓનું પાલન કરીને કાયદા-નિયમોને અનુસરતા હોવાનું સિદ્ધ કરી ન શકે તો તેમના ઍપ્સ પણ પ્લે સ્ટોરમાંથી હટાવવાની ચીમકી ગૂગલ તરફથી આપવામાં આવી હતી.

national news google