આ પ્રકારની જાહેરાતો પર ગૂગલે મુકી દીધો પ્રતિબંધ, જાણો તમે પણ

11 July, 2020 04:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ પ્રકારની જાહેરાતો પર ગૂગલે મુકી દીધો પ્રતિબંધ, જાણો તમે પણ

પ્રતીકાત્મક તસવીર

ગૂગલ દ્વારા એડ પોલીસી અપડેટ કરવામાં આવી હોવાથી હવે પતિની જાસૂસી કરવી છે કે પત્નીનો ફોન ટ્રેક કરવો છે તેવી જાહેરાતો નહીં દેખાય. ગૂગલે જાહેરાત કરી છે કે, કંપની હવે એવા પ્રોડક્ટસ કે સર્વિસિસની જાહેરાતને ટેકો નહીં આપે જે કોઈની સહમતિ વગર ટ્રેક કે મોનીટર કરવાની ઓફર આપતી હોય.

ગૂગલ તરફથી કહેવામાં આવ્યું છે કે, નવા નિયમો સ્પાઈવેયર અને પાર્ટનરના સર્વિલાન્સ માટે વપરાતી ટૅક્નોલોજી પર પણ લાગુ થશે. ટૅક્સ્ટ મૅસેજ, કોલ્સ અને બ્રાઉઝિંગ હિસ્ટ્રી મોનીટર કરતા ટૂલ્સ પણ આ જ શ્રેણીમાં આવશે. જે GPS ટ્રેકર પોતાનું માર્કેટિંગ લોકોને જાણ કર્યા વગર તેમની જાસૂસી કરવાનો દાવો કરીને કરે છે તેની જાહેરાતો હવે ગૂગલ નહીં દેખાડે. આવા સાધનોમાં ઓડિયો રેકોર્ડસ, કૅમેરા, ડેશ કૅમ અને સ્પાઈ કૅમનો સમાવેશ થાય છે. આ સિવાય કોઈ અન્ય ટૅક્નોલોજી જાસૂસીના મુદ્દા સાથે જોડીને પોતાનું માર્કેટિંગ નહીં કરી શકે. ગૂગલની નવી પોલીસી 'અનેબલિંગ ડિસઓનેસ્ટ પોલીસી' 11 ઓગસ્ટથી લાગુ થશે. આ પોલીસી 2018માં કરવામાં આવેલા અભ્યાસને આધારે અપડેટ કરવામાં આવી છે.

ગૂગલે વધુમાં જણાવ્યું હતું કે, જે ખાનગી ઈન્વેસ્ટિગેશન સેવા અને પ્રોડક્ટસનો ઉપયોગ વડીલો તેમના બાળકોની સિક્યૉરિટી માટે કરે છે તેની જાહેરાતો પર પ્રતિબંધ મુકવામાં નથી આવ્યો. નવી પોલીસીમાં આ પ્રકારના પ્રોડક્ટસ અને સેવાઓનો સમાવેશ નથી કરાયો.

national news google technology news tech news