એક કરોડ દસ લાખ રૂપિયામાં વેચવા ધારેલા બકરાને ન મળ્યો ખરીદદાર

29 October, 2012 06:06 AM IST  | 

એક કરોડ દસ લાખ રૂપિયામાં વેચવા ધારેલા બકરાને ન મળ્યો ખરીદદાર



રાજસ્થાનમાં રહેતા ઇસ્લામ ભાટી પાસે એક ખાસ પ્રકારનો બકરો છે જેના પર કુદરતી રીતે અરબી ભાષામાં ‘અલ્લા’ લખાયેલું છે. હાલમાં ઈદ-ઉલ-અઝહા માટે તેણે આ ખાસ બકરાને એક કરોડ દસ લાખ રૂપિયાની ઊંચી કિંમતે વેચવા કાઢ્યો હતો. ઇસ્લામે આની જાહેરાત ઇન્ટરનેટ પર પણ કરી હતી. જોકે કમનસીબે કોઈ આ બકરાને ખરીદવા આગળ નહોતું આવ્યું જેને કારણે આ વર્ષે તેના ઇરાદા પર પાણી ફરી વળ્યું હતું. જોકે ઇસ્લામે હિંમત હાર્યા વગર આવતા વર્ષે ફરી આ ખાસ બકરાને વેચવાનો ઇરાદો જાહેર કયોર્ છે.