ગોવા CM મનોહર પર્રિકર થયા પંચમહાભુતમાં વિલિન

18 March, 2019 07:27 PM IST  |  ગોવા

ગોવા CM મનોહર પર્રિકર થયા પંચમહાભુતમાં વિલિન

મનોહર પર્રિકર થયા પંચમહાભુતમાં વિલિન

63 વર્ષે કેંસરના કારણે મનોહર પર્રિકરનું નિધન થતા દેશભરમાં શોકની લાગણી ફેલાઈ છે. ગઈ રવિવાર મોડી સાંજે મનોહર પર્રિકરના નિધનના સમાચાર આવતા તેમને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટી પડ્યા હતા. સવારે 11 થી 4 તેમના પાર્થિવ શરીરના અંતિમ દર્શન બાદ તેમના પુરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મનોહર પર્રિકર લાંબા સમયથી કેંસર સામે યોદ્ધાની જેમ લડી રહ્યા હતા. આખરે તેમણે ગઈ કાલ સાંજે દુનિયાને અલવિદા કહી હતી.

ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના અંતિમ દર્શન માટો ભારે માત્રામાં લોકો આવ્યા હતા. મનોહર પર્રિકરના પાર્થિવ શરીરને બીજેપી કાર્યાલય પર રાખવામાં આવ્યો હતો ત્યારબાદ ત્યાથી જ તેમની અંતિમ યાત્રા નિકળી હતી અને અંતે તે અગ્નિમાં વિલિન થયા હતા.
આ અંતિમ યાત્રામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ સહિત અન્ય નેતાઓ જોડાયા હતા 3 વાર ગોવાના પ્રધાનની ઓળખાણ તેમની સાદગી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન હોવા છતા સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવતા હતા મનોહર પર્રિકર

મનોહર પર્રિકરનો જુસ્સો તેમના છેલ્લા સમયમાં પણ ઓછો થયો ન હતો. હમણા જ થોડા સમય પહેલા એક કાર્યક્રમમાં મનોહર પર્રિકર હાજરી આપી હતી. નાકમાં ટ્યૂબ વ્હિલચેર પર સવાર હોવા છતા મનોહર પર્રિકરે હાઉસ ધ જોશના બોલ ગુંજાવ્યા હતાં.

manohar parrikar bharatiya janata party narendra modi