ગોવાઃ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરનું 63 વર્ષે નિધન

17 March, 2019 09:08 PM IST  | 

ગોવાઃ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરનું 63 વર્ષે નિધન

63 વર્ષે નિધન

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રીકરનું નિધન થયું છે. મનોહર પર્રીકરનું લાંબી બિમારી બાદ તેમણે આજે 63 વર્ષની વયે અંતિમ શ્વાસ લિધા હતા. મનોહર પર્રીકર છેલ્લા એક વર્ષથી પૈનક્રિયાટિક કેન્સરથી ઝઝુમી રહ્યા હતા.મનોહર પર્રીકર સૌથી પહેલા 14 ફેબ્રુઆરી 2018ના રોજ બિમાર પડ્યા હતા. ત્યાર બાદ તેને ગોવા મેડિકલ કોલેજમાં ભર્તી કરાયા હતા. થોડા સમય માટે તેમનો ઇલાજ અમેરીકામાં થયો હતો. હાલમાં જ સાંજે આવેલા મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેમની તબિયતમાં કોઈ સુધારો થયો હતો નહી. કેંસરના કારણે ગોવાના મુખ્ય પ્રધાન છેલ્લા ઘણા સમયથી બિમારી હતા. હમણા ઘણી જગ્યાએ બિમાર હાલતમાં અશક્ત જોવા મળ્યા હતા.



ત્રણવાર બન્યા ગોવાના મુખ્યપ્રધાન

મનોહર પર્રિકર 3 વાર ગોવાના મુખ્ય પ્રધાન પદે રહ્યા હતા. તેમણે ત્રણવાર ગોવાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધી હતી. ગોવાના મુખ્ય પ્રધાન તરીકે કાર્યકાળ વર્ષ 2000 થી 2005 સુધી રહ્યો હતો. ત્યાર બાદ બીજીવાપ વર્ષ 2012 થી 2014 દરમ્યાન ગોવાના મુખ્ય પ્રધાન રહ્યો હતો. તો અંતિમવાર તેમણે ગોવાના મુખ્યમંત્રી તરીકે 14 માર્ચ 2017ના રોજ શપથ લીધા હતા. મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમને દેશના રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતું તેમણે 2014માં તે પદ પરથી રાજીનામું આપીને ગોવાના ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. દેશના જવાનોની જરૂરીયાતોને સમજવામાં અને તેને પૂરી પાડવામાં મનોહર પર્રિકર હમેશા સફળ રહ્યા હતા. યુપીએ સરકારમાં અટકેલા સંરક્ષણ ક્ષેત્રના સોદાઓ પણ પૂરા કર્યા હતા. મનોહર પર્રિકર હમણા જ થોડા સમય પહેલા જ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નાકમાં ટયૂબ અને વ્હિલ ચેર પર બેસીને પણે તેમણે હાઉસ ધ જોશનો નારો લગાવ્યો હતો.

 

આ પણ વાંચોઃ મેં મનોહર પર્રિકર સાથે રાફેલ ડીલને લઇને કોઇ વાત નથી કરી : રાહુલ ગાંધી

 

ભારતીય જનતા પાર્ટીનો ગોવા વિજય પણ મનોહર પર્રિકરને આભારી છે. એક સમયે મનોહર પર્રિકર પહેલા બીજેપી ગોવામાં લુપ્ત હતી જો કે મનોહર પર્રિકર તેમની મહેનતથી ગોવા જનતા સુધી પહોચ્યા હતા અને ત્રણ વાર ગોવાના મુખ્ય પ્રધાન તરીકે નિમાયા હતા. મનોહર પર્રિકર છેલ્લા 1 વર્ષથી પૈનક્રિયાટિક કેંસરથી ઝઝુમી રહ્યા હતા. બિમાર હોવા છતા મનોહર પર્રિકર 29 જાન્યુઆરીએ ગોવાના બજેટ સત્રમાં જોડાયા હતા. ત્યારબાદ તબિયત વધુ લથડતા તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

manohar parrikar goa indian politics