મધ્ય પ્રદેશના દરેક જિલ્લાના હેડક્વૉર્ટરમાં ગીતા ભવન બાંધવામાં આવશે, બજેટમાં ૧૦૦ કરોડની ફાળવણી

13 March, 2025 08:29 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

આ જાહેરાત નાણાપ્રધાન જગદીશ દેવડાએ વિધાનસભામાં બજેટ-પ્રવચન વખતે કરી હતી.

મોહન યાદવ

મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની મોહન યાદવની સરકારે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક ગ્રંથોના અધ્યયનને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. રાજ્યનાં તમામ જિલ્લા મુખ્યાલયોમાં ગીતા ભવન બાંધવામાં આવશે જેના માટે ૨૦૨૫-’૨૬ના બજેટમાં ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. આ જાહેરાત નાણાપ્રધાન જગદીશ દેવડાએ વિધાનસભામાં બજેટ-પ્રવચન વખતે કરી હતી.

સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે પ્રસ્તાવિત ગીતા ભવનમાં એક હૉલ, લાઇબ્રેરી, પાર્કિંગ અને કૅફેટેરિયા જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. લાઇબ્રેરીમાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલાં સંસ્મરણોની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિને દર્શાવતાં પુસ્તકો પણ રાખવામાં આવશે. આ જાહેરાતને રાજ્યના લોકોએ સકારાત્મક પગલું ગણાવ્યું છે અને ધાર્મિક સંગઠનો અને સાહિત્યપ્રેમીઓએ સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી છે. 

national news india bharatiya janata party madhya pradesh political news indian government