રાહુલજી, આ ફોટો ક્યાં લેવામાં આવ્યો હતો?

12 August, 2026 09:59 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

બોટ પર મહિલા અને બાળક સાથેના ફોટોગ્રાફ પર કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહનો સવાલ: કૉગ્રેસે જવાબ આપીને સ્પષ્ટતા કરી

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે સોશ્યલ મીડિયા પર કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની એક તસવીર શૅર કરી

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે સોશ્યલ મીડિયા પર કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની એક તસવીર શૅર કરીને સવાલ ઉઠાવ્યો હતો કે આ તસવીર ક્યારે અને ક્યાં લેવામાં આવી છે? આ ફોટોગ્રાફમાં રાહુલ ગાંધી હેડસ્કાર્ફ અને સનગ્લાસિસ પહેરેલી એક મહિલા સાથે બેસેલા દેખાય છે અને તેમની વચ્ચે એક બાળક બેસેલું છે. આ ફોટોગ્રાફ એક બોટ પર લેવામાં આવ્યો છે.

ગિરિરાજ સિંહે સવાલ કર્યો હતો કે ‘રાહુલજી, આ ફોટો ક્યાં લેવામાં આવ્યો હતો, ક્યારે લેવામાં આવ્યો હતો અને આ ફોટોમાં તમારી સાથે કોણ-કોણ લોકો છે? મને જાણવાની ઉત્સુકતા છે.’
ગિરિરાજ સિંહની આ પોસ્ટ પર કૉન્ગ્રેસ તરફથી પ્રતિક્રિયા આવી હતી જેમાં કૉન્ગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું હતું કે ‘ફોટોમાં દેખાતી મહિલા અને બાળક રાહુલ ગાંધીના મિત્રની પત્ની અને પુત્ર છે અને તેઓ કૌટુંબિક વેકેશન પર સાથે મુસાફરી કરી રહ્યાં હતાં. મિત્ર ફોટોમાં નથી.’

ઇન્ડિયન ઓવરસીઝ કૉન્ગ્રેસના સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ અવિ દાંડિયાએ જણાવ્યું હતું કે આ ફોટોગ્રાફ ટેક્સસના લેક રે રૉબર્ટ્સ ખાતે લેવામાં આવ્યો હતો. બીજી તરફ યુથ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ વડા શ્રીનિવાસ બી.વી.એ પણ ગિરિરાજ સિંહની પોસ્ટનો જવાબ આપતાં કટાક્ષ કરીને લખ્યું હતું કે ‘વૃદ્ધાવસ્થામાં જિજ્ઞાસા સારી વાત નથી. સારા ડૉક્ટરની સલાહ લો.’ 

national news india rahul gandhi congress parliament political news indian politics