ફાઇઝરની રસીને ઇમર્જન્સી યુઝ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી મંજૂરી

02 January, 2021 09:20 AM IST  |  Geneva | Agency

ફાઇઝરની રસીને ઇમર્જન્સી યુઝ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી મંજૂરી

પ્રતીકાત્મક તસવીર

ફાઇઝર- બાયો એનટેકની કોરોના વાઇરસ પ્રતિરોધક રસીને ગઈ કાલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મંજૂરી આપી હતી. આ રસી યુરોપ અને નોર્થ અમેરિકામાં ઉપલબ્ધ હોવાથી હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની મંજૂરીને પગલે ગરીબ દેશોમાં પણ એ રસી પહોંચશે.

કોરોનાની રસી જે દેશમાં પહોંચે એ દેશની ડ્રગ રેગ્યુલેટરી ઑથોરિટી તેને મંજૂરી આપે છે. પરંતુ પાંખું કે કંગાળ વહીવટીતંત્ર ધરાવતા ગરીબ દેશોમાં ફક્ત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની મંજૂરી પર આધાર રાખવામાં આવે છે. ફાઇઝર-બાયો એનટેકની વૅક્સિનને અલ્ટ્રા ફ્રોઝન ટેમ્પરેચર્સમાં રાખવી પડે છે, પરંતુ ગરીબ દેશોમાં એવા અદ્યતન ફ્રિઝર્સ ઉપલબ્ધ થવાની મુશ્કેલી અને વીજપુરવઠાની અનિયમિતતાને કારણે એ વૅક્સિન્સ જાળવવાની મુશ્કેલી જેવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવા યુનાઇટેડ નૅશન્સ અને અન્ય વૈશ્વિક સંગઠનોના આયોજનો વિકસતા દેશોને મદદરૂપ થતા હોય છે.

national news world health organization coronavirus covid19