લેફ્ટનન્ટ જનરલ બ્રાર પરના હુમલાના કેસમાં ૮ની ધરપકડ

06 October, 2012 05:59 AM IST  | 

લેફ્ટનન્ટ જનરલ બ્રાર પરના હુમલાના કેસમાં ૮ની ધરપકડ


પોલીસ આ હુમલાને બ્રારની હત્યાનો પ્રયાસ માની રહી છે. જે આઠ જણની ધરપકડ કરવામાં આવી છે એમાં ૪૦ વર્ષની એક મહિલાનો પણ સમાવેશ છે. ૭૮ વર્ષના જનરલ બ્રારે ૨૮ વર્ષ પહેલાં અમિ્રતસરના સુવર્ણમંદિરમાં થયેલા ઑપરેશન બ્લુસ્ટારનું નેતૃત્વ કર્યું હતું. લંડનની એક હોટેલની બહાર ૩૦ સપ્ટેમ્બરે ચાર જણે બ્રાર પર ચાકુથી હુમલો કર્યો હતો.

જનરલ બ્રારે મુંબઈ છોડવાની ના પાડી

રવિવારે લંડનમાં થયેલા જીવલેણ હુમલામાં બચી ગયેલા ઑપરેશન બ્લુસ્ટારના હીરો જનરલ કે. એસ. બ્રારે કહ્યું હતું કે ‘મુંબઈથી અન્ય કોઈ પણ ઠેકાણે લઈ જવાના સરકારના પ્રયત્નોનો હું પ્રતિકાર કરશે. છેલ્લાં ૨૦ વર્ષથી હું મુંબઈમાં રહું છું. સરકારે મારી સાથે ફૂટબૉલની માફક અહીંથી તહીં લઈ જવાનો વ્યવહાર ન કરવો જોઈએ.’