સામાન્ય બજેટસત્ર ૨૯ જાન્યુઆરીથી શરૂ થશે

06 January, 2021 03:25 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સામાન્ય બજેટસત્ર ૨૯ જાન્યુઆરીથી શરૂ થશે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના પ્રકોપ વચ્ચે સંસદનું સામાન્ય બજેટસત્ર ૨૯ જાન્યુઆરીથી શરૂ થવાનું છે ત્યારે હવે આ કોરોનાની મહામારી વચ્ચે તમામ પ્રોટોકોલનું પણ પાલન કરવામાં આવશે. સૂત્રોએ સીસીપીએની ભલામણોને આગળ ધરતાં કહ્યુ હતું કે રાજ્યસભા અને લોકસભા એટલે કે બન્ને સદન ૪-૪ કલાક ચાલશે. કહેવાય છે કે એક ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે સંસદનું બજેટસત્ર બે ભાગમાં આયોજિત કરવામાં આવશે. સત્રનો પહેલો તબક્કો ૨૯ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થશે, જે ૧૫ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. બીજો તબક્કા ૮ માર્ચથી ૮ એપ્રિલ સુધી યોજાશે.

national news