ભારતે કડક શબ્દોમાં ચીનને આપી આ ચેતવણી...

06 November, 2020 04:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતે કડક શબ્દોમાં ચીનને આપી આ ચેતવણી...

ફાઈલ ફોટો

ભારત-ચીનની વચ્ચે છેલ્લાં 7 મહિનાથી લદ્દાખમાં ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે આજે ચુશુલમાં કોર કમાન્ડર લેવલની આઠમી મીટિંગ થઈ હતી. ભારતે ચીનને ચેતવણી આપતા કહ્યું છે કે તેઓ લાઈન ઓફ કંટ્રોલ (LAC) પર કોઇપણ પ્રકારની છેડછાડને સહન કરશે નહીં. જો ચીને કોઇપણ પ્રકારના ખોટા પગલા લેશે તો ભારત પોતાની જમીનના રક્ષણ માટે કોઇપણ પગલાં ઉઠાવાથી સંકોચ કરશે નહીં.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત (Bipin Rawat)ના મતે પૂર્વ લદ્દાખમાં હજુ પણ સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. જનરલ રાવતે આજે કહ્યું કે ચીનને તેના દુ:સાહસના લીધે આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેની તેણે કલ્પના પણ નહીં કરી હોય. ચીન પીપુલ્સ લિબરેશન આર્મી (PLA) લદ્દાખમાં પોતાના દુ:સાહસને લઇ ભારતીય બળોની મજબૂત પ્રતિક્રિયાના લીધે અપ્રત્યાશિત પરિણામનો સામનો કરી રહ્યું છે. જોકે અમે LACમાં કોઇ પણ ફેરફાર સ્વીકારીશું નહીં.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, LAC પર તણાવ સતત યથાવત છે. બંને દેશોની સેનાઓ તણાવ ઘટાડવા માટે સતત વાતચીત કરી રહ્યું છે. અમને ડિફેન્સ ડિપ્લોમેસીની અગત્યતા ખબર છે. આથી અમે મિલિટ્રી ડિપ્લોમેસી શ્રેષ્ઠ કરી છે. ચીનને ભારતના જવાબનો અંદાજો નથી. જો ચીનની સેના (PLA) એ લદ્દાખમાં કોઇપણ પ્રકારનું દુ:સાહસ કરવાની કોશિષ કરી તો તેને ભારતીય સેના જડબાતોડ પાઠ શીખવવામાં પીછે હટ કરશે નહીં. દેશની સેનાઓને ઘાતક બનાવા માટે તેમના જોઇન્ટનેસનું કામ સતત ચાલુ છે. તેમનો વિભાગ દેશની પહેલી Martime Theatre Command અને Air Defence Command બનાવાની દિશામાં સતત આગળ વધી રહી છે. ભવિષ્યમાં દેશને એક યુદ્ધ સોશિયલ મીડિયા પર પણ લડવું પડશે. આ મનોવૈજ્ઞાનિક યુદ્ધ હશે, જેમાં બીજા દેશ પર મનોવૈજ્ઞાનિક રીતે હુમલો કરવાની કોશિષ થશે. આ યુદ્ધની કેટલીક ઝલક આપણે હાલમાં જોઇ રહ્યા છીએ. તેમણે કહ્યું કે આવનારા વર્ષોમાં આપણી ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ મજબૂત થશે. તેનાથી માત્ર દેશની રક્ષા શક્તિ જ ખૂબ મજબૂત થશે નહીં પરંતુ સેનાઓને પણ આધુનિક હથિયાર સતત મળતા રહેશે.

નેશનલ ડિફેન્સ કોલેજના વેબિનારને સંબોધિત કરતાં જનરલ રાવતે કહ્યું કે પાકિસ્તાન હથિયારબંધ ઇસ્લામિક આતંકવાદનું એપી સેન્ટર છે. છેલ્લાં 30 વર્ષમાં પાકિસ્તાન આર્મી અને ISI એ સતત જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવી રાખ્યો છે. તે એવો પાડોશી દેશ છે જેને કયારેય સુધારી શકાશે નહીં.

china national news ladakh indian army