રાહતદરના સિલિન્ડરની આખી કિંમત ચૂકવો, સબસિડી તમારી બૅન્કમાં જમા થઈ જશે

20 October, 2012 06:22 AM IST  | 

રાહતદરના સિલિન્ડરની આખી કિંમત ચૂકવો, સબસિડી તમારી બૅન્કમાં જમા થઈ જશે



પ્રસ્તાવિત યોજના મુજબ ગૅસનું કનેક્શન ધરાવતા ગ્રાહકોએ ગૅસ-ડીલરને ત્યાં જઈ તેમના આધાર કાર્ડનો નંબર તથા બૅન્ક-અકાઉન્ટ આપવાનાં રહેશે. દરેક મહિનાની શરૂઆતમાં સરકાર માર્કેટરેટ મુજબ ગૅસ-સિલિન્ડર ખરીદવા માટેની સબસિડીની રકમ તમારા બૅન્ક-અકાઉન્ટમાં જમા કરશે. જો માર્કેટરેટ પ્રતિ સિલિન્ડર ૯૦૦ રૂપિયા હોય અને સબસિડી ૪૫૦ રૂપિયા હોય તો બાકીના ૪૫૦ રૂપિયા તમારા અકાઉન્ટમાં જમા થઈ જશે. એ સબસિડી દરેક રાજ્ય સરકારે નક્કી કરેલાં છથી નવ ગૅસ-સિલિન્ડર સુધી મળશે. કર્ણાટકના મૈસુરમાં ઑઇલ કંપનીઓએ આ વિશેનો પાઇલટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે.