ગૅન્ગસ્ટર રવિ પૂજારીની સાઉથ આફ્રિકામાં ધરપકડ કરાઈ, ભારત લાવ્યા

24 February, 2020 10:18 AM IST  |  Bengaluru

ગૅન્ગસ્ટર રવિ પૂજારીની સાઉથ આફ્રિકામાં ધરપકડ કરાઈ, ભારત લાવ્યા

ગૅન્ગસ્ટર રવિ પૂજારી

દેશના આર્થિક પાટનગર મુંબઈ સહિત દેશમાં મોસ્ટ વૉન્ટેડ ગૅન્ગસ્ટર રવિ પૂજારીની ફરી એક વખત સાઉથ આફ્રિકામાં ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ગયા વર્ષે અહીંથી પકડાયા બાદ તે જામીન પર છૂટીને પલાયન થઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સાઉથ આફ્રિકાના એક અંતરિયાળ ગામમાં સેનેગલના ઑફિસર, ભારતની રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિન્ગ (રૉ) અને મૅન્ગલોર પોલીસના સંયુક્ત ઑપરેશનમાં રવિ પૂજારીની ધરપકડ કરવામાં આવી છે

ધરપકડ બાદ ગૅન્ગસ્ટરને ભારત લાવવા માટેની પ્રક્રિયા થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે પૂજારીને સાઉથ આફ્રિકાથી ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા. બધું યોજના મુજબ થશે તો આજે તે ભારત આવી ગયા છે. પ્રત્યર્પણમાં કદાચ એક મુશ્કેલી થઈ શકે છે. રવિ પૂજારી સાઉથ આફ્રિકામાં ઍન્થની ફર્નાન્ડિસના નામે રહે છે. તેણે દાવો કર્યો છે કે તે સાઉથ આફ્રિકાના એક નાના ટાપુ બુર્કિના ફાસોનો નાગરિક છે. 

સૂત્રોએ જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના સિનિયર અધિકારીઓ સેનેગલના અધિકારીઓ સાથે આ સંબંધે વાતચીત થઈ રહી છે. ગૅન્ગસ્ટર સામે ઇન્ટરપોલે રેડ કૉર્નર નોટિસ જારી કરી છે. એની સામે બૉલીવુડ-સ્ટાર્સ અને અનેક જાણીતા ઉદ્યોગપતિઓને ધમકાવીને તેમની પાસેથી ખંડણી માગવાના અને હત્યા સહિતના ૨૦૦ જેટલા કેસ છે.

bengaluru karnataka national news ravi pujari