દાઉદનો નજીકનો સાથી કરાંચીમાં ઠાર, દાઉદની હત્યાનું ષડયંત્ર રચ્યાની આશંકા

15 January, 2019 01:44 PM IST  | 

દાઉદનો નજીકનો સાથી કરાંચીમાં ઠાર, દાઉદની હત્યાનું ષડયંત્ર રચ્યાની આશંકા

દાઉદની હત્યાનું ષડયંત્ર રચનાર ઠાર?

દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથીના કરાંચીમાં ઠાર મારવામાં આવ્યો છે. અહેવાલો પ્રમાણે ભારતીય અધિકારીઓએ ફારૂકને ગયા વર્ષે દુબઈમાંથી પકડ્યો હતો પરંતુ તેને ભારત લાવવામાં સફળતા નહોતી મળી. દાઉદના નજીકના સાથી છોટા શકીલના આદેશથી દેવડીવાલાને ઠાર મારવામાં આવ્યો. છોટા શકીલને ચિંતા હતી કે ફારૂક દાઉદને મારવાનું ષડયંત્ર રચી રહ્યો છે.

શું હતી ફારૂકની ભૂમિકા?

ફારૂક દાઉદ નજીકનો હતો. તે ઈન્ડિયન મુજાહિદ્દીન માટે યુવાનોની ભરતી કરતો હતો. જુલાઈ 2018માં ભારતીય અધિકારીઓએ તેને દુબઈમાંથી પકડ્યો હતો પરંતુ પાકિસ્તાને નકલી દસ્તાવેજો રજૂ કરી તેનું પ્રત્યાર્પણ પાકિસ્તાનમાં કરાવ્યું હતું.

દાઉદને મારવાનું હતું ષડયંત્ર?

છોટા શકીલને શંકા હતી કે ફારૂક ભારતીય અધિકારીઓને દુબઈમાં મળ્યો હતો અને તે દાઉદની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યો હતો. શકીલે તેની પાસેથી સત્ય જાણવાનો પ્રયાસ કર્યો તો બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ દાઉદ અને તેના સાથીઓને લાગ્યું કે દેવડી પર હવે વધુ વિશ્વાસ કરી શકાય તેમ નથી. જે બાદ તેને ઠાર મારવામાં આવ્યો.

આ પણ વાંચોઃ અખાડાઓના શાહીસ્નાન સાથે થયો કુંભમેળાનો પ્રારંભ, સ્મૃતિ ઇરાનીએ પણ લગાવી ડુબકી

મુંબઈનો રહેવાસી હતો ગેંગસ્ટર

ફારૂક મુંબઈના જોગેશ્વરીમાં રહેતો હતો. ગોધરા રમણખાણો પછી ગુજરાતના તત્કાલિન ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં તેનું નામ સામે આવ્યું હતું.

dawood ibrahim pakistan