દેશની દીકરીની લડત અધૂરી નહીં જ રહે : સોનિયા ગાંધી

30 December, 2012 04:16 AM IST  | 

દેશની દીકરીની લડત અધૂરી નહીં જ રહે : સોનિયા ગાંધી



૨૩ વર્ષની મેડિકલ સ્ટુડન્ટના મૃત્યુની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ગઈ કાલે કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ તેમની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે દેશની લાડકી દીકરીને ચોક્કસ ન્યાય મળશે અને તેની લડાઈ અધૂરી નહીં રહે. તેમણે મહિલાઓને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘એક માતા અને મહિલા તરીકે તમારી લાગણી હું સમજી શકું છું. મારી તમને અપીલ છે કે તમે શાંતિ જાળવો અને મહિલા સામેની હિંસા વિરુદ્ધની લડતને મજબૂત કરવા સર્પોટ આપો. આજે દરેક ભારતીય પોતાની દીકરી કે લાડકી બહેન ગુમાવી હોય એવી પીડા સહન કરી રહ્યો છે.’

સોનિયા ગાંધીએ યુવતીના મૃત્યુ બાદ દેખાવો કરી રહેલા લોકોને કહ્યું હતું કે જે પણ લોકો જાહેરમાં પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે તેમને હું ખાતરી આપું છું કે તમારો અવાજ સાંભળવામાં આવ્યો છે.

અગાઉ શુક્રવારે સોનિયા ગાંધીએ કૉન્ગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે નવા વર્ષની શુભેચ્છા પાઠવવાને બદલે યુવતી જલદી સાજી થાય એવી એકમાત્ર ઇચ્છા વ્યક્ત કરી હતી. કમનસીબે તેમની ઇચ્છા પૂરી થઈ શકી નહીં.