કુનોમાં ગામિની ચિત્તાએ બીજી વાર જન્મ આપ્યો ત્રણ બચ્ચાંને- ભારતમાં ચિત્તાઓની સંખ્યા વધીને થઈ ૩૮

19 February, 2026 09:56 AM IST  |  South Africa | Gujarati Mid-day Correspondent

ગામિની બીજી વાર મા બની છે. આ ભારતીય ધરતી પર જન્મેલા ચિત્તાઓનો નવમો ફાલ છે.

ચિત્તો

સાઉથ આફ્રિકાથી ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા એ ઘટનાને ગઈ કાલે ૩ વર્ષ પૂરાં થયાં હતાં ત્યારે મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં માદા ચિત્તા ગામિનીએ ૩ સ્વસ્થ બચ્ચાંને જન્મ આપ્યો હતો. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનપ્રધાન ભૂપેન્દ્ર યાદવે સોશ્યલ મીડિયા પર આ ખુશખબર આપ્યા હતા.

ગામિની બીજી વાર મા બની છે. આ ભારતીય ધરતી પર જન્મેલા ચિત્તાઓનો નવમો ફાલ છે. આ નવાં બચ્ચાંઓના જન્મથી ભારતમાં જન્મેલાં જીવિત બચ્ચાંઓની સંખ્યા ૨૭ છે અને કુલ ચિત્તાઓની વસ્તી ૩૮ થઈ છે.  

national news india wildlife madhya pradesh indian government south africa