દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર, જાણો શું છે કારણ?

01 April, 2023 04:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

FedEx કાર્ગો પ્લેન શનિવારે સવારે 10 વાગ્યે દિલ્હી એરપોર્ટ પરથી દુબઈ માટે ઉડાન ભરી હતી, તેના થોડા સમય બાદ તેની આગળની જમણી બાજુએ પક્ષી અથડાયું હતું

પ્રતીકાત્મક તસવીર

શનિવારે દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. દુબઈ જઈ રહેલા FedEx એરક્રાફ્ટના ટેક-ઑફ પછી તરત જ પક્ષી અથડાવાને કારણે ફ્લાઇટમાં ખામી સર્જાઇ હતી. દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીઓએ આ માહિતી આપી. આ અંતર્ગત એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ વગેરેને બોલાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, FedEx એરક્રાફ્ટ ટેક-ઑફ કર્યા બાદ પક્ષી સાથે અથડાયું હતું, જેના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં એરપોર્ટ પ્રશાસને સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરી હતી, જેથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકાય.

સંપૂર્ણ કટોકટીની ઘોષણા ફક્ત શનિવારે સવારે 10થી 11 વાગ્યા સુધીની હતી. હાલ દિલ્હી એરપોર્ટ પર સ્થિતિ સામાન્ય છે, જ્યારે FedEx કાર્ગો પ્લેન શનિવારે સવારે 10 વાગ્યે દિલ્હી એરપોર્ટ પરથી દુબઈ માટે ઉડાન ભરી હતી, તેના થોડા સમય બાદ તેની આગળની જમણી બાજુએ પક્ષી અથડાયું હતું, ત્યારબાદ તે સવારે 10:46 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું.

નોંધપાત્ર વાત એ છે કે આ પહેલા પણ પક્ષીઓની ટક્કર કે અન્ય કોઈ કારણોસર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ ઘણી વખત થયું છે. આ વર્ષે 4 જાન્યુઆરીએ દિલ્હીથી પેરિસ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એર ફોલ્ટ જણાયા બાદ તેને દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

આ પણ વાંચો: વાયનાડથી ચૂંટણી લડનારા બીજા રાહુલ ગાંધી ડિસક્વૉલિફાય થયા

તે સમયે એર ઈન્ડિયા (Air India)એ જણાવ્યું હતું કે “210 મુસાફરોને લઈને વિમાન એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઊતર્યું હતું.” એર ઈન્ડિયા B787-800 એરક્રાફ્ટ VT-AND દિલ્હીથી પેરિસ ફ્લાઈટ AI143 "સ્લેટ્સ ડ્રાઈવ" સ્નેગ સમસ્યાને કારણે એર ટર્નબેક થયું હતું, એમ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. મિડ એર ફૉલ્ટ મળ્યા બાદ વિમાનને પાછું લાવવામાં આવ્યું હતું.

national news delhi airport delhi air india