હલવા સેરેમની સાથે શરૂ થયું બજેટનું પ્રિન્ટિંગ, જાણો આ પરંપરા કેમ છે ખાસ

22 June, 2019 05:35 PM IST  |  નવી દિલ્હી

હલવા સેરેમની સાથે શરૂ થયું બજેટનું પ્રિન્ટિંગ, જાણો આ પરંપરા કેમ છે ખાસ

હલવા સેરેમની સાથે શરૂ થયું બજેટનું પ્રિન્ટિંગ

Budget 2019: નાણામંત્રી નિર્મલા સીતારમણ 5 જુલાઈએ સામાન્ય બજેટ સંસદમાં રજૂ કરશે અને આજે એટલે કે 22 જૂને હલવા સેરેમની સાથે જ બજેટના દસ્તાવેજોના પ્રિન્ટિંગની શરૂઆત થઈ ગઈ છે. આ પરંપરા રહી છે કે બજેટ રજૂ કરતા પહેલા સરકાર હલવા સેરેમનીનું આયોજન કરે છે. નાણા મંત્રાલયના બેઝમેન્ટમાં બજેટના ડોક્યૂમેન્ટ આધિકારીક રીતે છાપવાની શરૂઆત થઈ ગઈ છે. આ હલવા નાણામંત્રીની તરફથી લગભગ 100 અધિકારીઓ અને કર્મચારીઓમાં વહેંચવામાં આવે છે.


શું હોય છે હલવા સેરેમની
ભારતીય પરંપરા અનુસાર, કોઈ પણ શુભ કામની શરૂઆત પહેલા લોકોનું મો મીઠું કરાવવામાં આવે છે. એટલે બજેટ બનાવવાની પ્રક્રિયામાં પણ હલવા સેરેમનીની શરૂઆત થઈ. આ અવસર પર નાણામંત્રી ખુદ પ્રિન્ટિંગ પ્રેસ સાથે જોડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓમાં હલવો વહેંચીને પ્રિન્ટિંગની પ્રક્રિયાની શરૂઆત કરી છે. આ બાદ નાણા મંત્રાલયના લગભગ 100 કર્મચારીઓ નૉર્થ બ્લૉકના બેસમેન્ટમાં બનેલા પ્રિન્ટિંગ પ્રેસમાં આગામી કેટલાક દિવસો સુધી દુનિયાથી અલગ જ રહે છે.

આ પણ વાંચોઃ બજેટ 2019:ટેક્સ પેયર્સને નાણા મંત્રી પાસે આશા,3 લાખ સુધી અપાય ટેક્સ છૂટ

બજેટ રજૂ થવા સુધી દુનિયાથી અલગ રહે છે કર્મચારીઓ
દેશના બજેટનું પ્રિન્ટિંગ સૌથી ગુપ્ત ઓપરેશન્સમાંથી એક છે. બજેટ સાથે જોડાયેલી જાણકારીઓ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને તે લીક થાય તો સરકાર પર પણ સવાલ ઉભા થઈ શકે છે. આ દરમિયાન કર્મચારીઓ પોતાના પરિવાર અને મિત્રોને ન મળી શકે છે કે ન તો વાત કરી શકે છે. પ્રિન્ટિંગ પ્રેસમાં એક લેન્ડલાઈન ફોન હોય છે. જેમાં માત્ર ઈનકમિંગની સુવિધા હોય છે. તેના સિવાય, ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ સિવાય અહીં કોઈને અહીં આવવાની મંજૂરી નથી હોતી.

nirmala sitharaman national news