મહાકુંભમાં ફરી વિકરાળ આગ, ધાર્મિક ગુરુનો પંડાલ બળીને ખાખ

16 February, 2025 11:22 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

૩૦ જાન્યુઆરીએ સેક્ટર બાવીસમાં આગ લાગી હતી જેમાં ૧૫ ટેન્ટ સળગી ગયા હતા. ૭ ફેબ્રુઆરીએ સેક્ટર ૧૮માં શંકરાચાર્ય માર્ગ પરની આગમાં બાવીસ ટેન્ટ ભસ્મીભૂત થયા હતા.

ગઈ કાલે મહાકુંભમાં નરેન્દ્ર નંદના પંડાલમાં લાગેલી આગ ઓલવ્યા બાદ કૂલિંગ ઑપરેશન કરી રહેલો ફાયરબ્રિગેડનો જવાન.

પ્રયાગરાજના મહાકુંભનગરમાં ગઈ કાલે આગ ફાટી નીકળી હતી. સેક્ટર ૧૮-૧૯ સ્થિત નરેન્દ્ર નંદના પંડાલમાં આગ લાગી હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ આગ બુઝાવી દીધી હતી. મહાકુંભનગરમાં આગ લાગવાની આ ચોથી મોટી ઘટના હતી. આ પહેલાં ૧૯ જાન્યુઆરીએ ગીતા પ્રેસના કૅમ્પમાં આગ લાગતાં ૧૮૦ કૉટેજ બળી ગઈ હતી. ૩૦ જાન્યુઆરીએ સેક્ટર બાવીસમાં આગ લાગી હતી જેમાં ૧૫ ટેન્ટ સળગી ગયા હતા. ૭ ફેબ્રુઆરીએ સેક્ટર ૧૮માં શંકરાચાર્ય માર્ગ પરની આગમાં બાવીસ ટેન્ટ ભસ્મીભૂત થયા હતા.

prayagraj kumbh mela fire incident religious places national news news