પ્રેગ્નેન્ટ ફીમેલ ડૉગને મારી મારીને કરી હત્યા, ચારની ધરપકડ, વીડિયો થયો હતો વાયરલ

22 November, 2022 09:06 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

પોલીસ પ્રમાણે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો આવ્યા હતા, જેને બતાવીને એક ફીમેલ ડૉગની ધોલાઈ કરવામાં આવે છે. આ ફીમેલ ડૉગને પ્રેગ્નેન્ટ કહેવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

ન્યૂ ફ્રેન્ડ્સ કૉલોની (New Friends Colony) વિસ્તારમાં કૂતરીની (Dog) ધોલાઈથી (Beaten till death) મૃત્યુ મામલે દિલ્હી પોલીસે (Delhi Police) ચાર આરોપીઓની ધરપકડ (Four Accused Arrested) કરી છે. પોલીસનું કહેવું છે કે ચારેય આરોપી ડૉન બૉસ્કો ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજી (Don Bosco Institute of Technology)ના વિદ્યાર્થી છે અને તેમને વાયરલ વીડિયોમાં જોવામાં આવ્યા હતા. પોલીસ પ્રમાણે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો આવ્યા હતા, જેને બતાવીને એક ફીમેલ ડૉગની ધોલાઈ કરવામાં આવે છે. આ ફીમેલ ડૉગને પ્રેગ્નેન્ટ કહેવામાં આવી છે.

પોલીસ પ્રમાણે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે. જેમાં તેમણે કૂતરાનું તેના પર ભોંકવાથી કંટાળીને તેની ધોલાઈ કરવાની વાત કહેવામાં આવી છે. તો ધોલાઈથી તેનું મૃત્યુ થઈ ગયું. આ પહેલા 20 નવેમ્બરના પોલીસે આ મામલે એફઆઇઆર નોંધીને તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો : તાંત્રિકે યુવક યુવતી પાસે શારીરિક સંબંધ બંધાવ્યો, પછી ફેવીક્વિક ફેંકી કરી હત્યા

પોલીસ પ્રમાણે, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા હતા. જેના પછી ન્યૂ ફ્રેન્ડ્સ કૉલોની પોલીસે એફઆઇઆર નોંધીને તપાસ શરૂ કરી દીધી હતી. વીડિયોમાં સંભળાતું હતું કે એક છોકરાને બીજો તે કૂતરીને મારવા માટે કહી રહ્યો છે. આ વીડિયોમાં ડૉગ દેખાતી નથી, પણ તેના કણસવાનો અવાજ સંભળાય છે. જ્યારે બીજા વીડિયોમાં તે એક છોકરો ડૉગને ઢસડતો દેખાય છે.

national news delhi violence delhi police delhi news Crime News