ઇઝરાઇલની 4 ટેક્નિક્સનું ટ્રાયલ શરૂ, 30 સેકેન્ડ્સમાં મળશે કોરોના રિપોર્ટ

01 August, 2020 04:14 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

ઇઝરાઇલની 4 ટેક્નિક્સનું ટ્રાયલ શરૂ, 30 સેકેન્ડ્સમાં મળશે કોરોના રિપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. એવામાં વાયરસની ખબર 30 સેકેન્ડ્સમાં પડી જાય તે માટે ઇઝરાઇલના વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા વિકસિત રેપિડ ટેસ્ટ કિટનું દિલ્હીના ડૉક્ટર રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. વૈજ્ઞાનિક 30 સેકેન્ડમાં કોવિડ-19ના સંક્રમણનો તાગ મેળવવા માટે આરએમએલમાં ચાર ટેક્નિકનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

લગભગ 10 હજાર લોકોનું બે વાર પરિક્ષણ કરવામાં આવશે. પહેલી વાર ગોલ્ડ સ્ટાન્ડર્ડ મૉલ્યૂક્યૂલર વાળા આરટી પીસીઆરથી અને પછી ચાર ઇઝરાઇલની ટેક્નિકથી, જેથી કરીને આ ટેક્નિકનું મૂલ્યાંકન થઈ શકે. સ્વેબ નમૂના એકઠા કરનારી રીત કરતાં જુદી આ ટેસ્ટ માટે વ્યક્તિને શ્વાસનળી જેવા ઉપકરણને ઝટકો દેવો અથવા તેમા બોલવાનું રહેશે, જે પરિક્ષણ માટે નમૂનો એકઠો કરી લેશે.

સંશોધકો કહે છે કે જો આ ટેક્નિક સફળ રહે છે તો આ ફક્ત લોકોને 30 સેકેન્ડમાં કોરોના ના પરિણામ આપશે એટલું ન નહીં પ્રૌદ્યોગિકી વ્યવસાયો માટે સુરક્ષિત માર્ગ પણ પ્રશસ્ત કરી શકે છે અને લોકો વેક્સિનનો વિકાસ થવા સુધી વાયરસ સાથે સરળતાથી રહેવામાં સક્ષમ બની શકશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રૉફેસર રાઘવને જણાવ્યું કે, "નિદાનનું પરીક્ષણ ઇઝરાઇલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) અને વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (સીએસઆઇઆર) વચ્ચે એક સહયોગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પહેલી ટેક્નિક ટેરાહર્ટ્ઝ સ્પેક્ટ્રોસ્કોપી નામની ટેક્નિક દ્વારા વાયરસનો તાગ મેળવવાનો પ્રયત્ન કરે છે. આમાં એક ચિપ પર નમૂનો લઈને પરિક્ષણ કરવામાં આવે છે. આ કોઇપણ રસાયણ વિજ્ઞાન કે અભિકર્મકોને સામેલ નથી કરતું જે હાલના માનક પરિક્ષણોમાં થાય છે. આના પરિણામ એક મિનિટથી પણ ઓછા સમયમાં આવી જાય છે."

national news israel delhi news covid19 coronavirus