હિમાચલ પ્રદેશમાં 25 કરોડ વર્ષ જૂના વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા

03 May, 2019 11:32 AM IST  |  શિમલા (જી.એન.એસ.)

હિમાચલ પ્રદેશમાં 25 કરોડ વર્ષ જૂના વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા

હિમાચલ પ્રદેશમાં 25 કરોડ વર્ષ જૂના વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા

હિમાચલ પ્રદેશના શિમલાથી ૭૦ કિલોમીટર દૂર ઊભા પથ્થરમાં કરોડો વર્ષ જૂના એક વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા છે. કહેવાય છે કે આ અવશેષો મેસોજૉઇક જિયોલૉજિકલ યુગના છે. હિમાચલ પ્રદેશ રાજ્ય સંગ્રહાલયના ક્યુરેટર હરીશ ચૌહાણે કહ્યું હતું કે આગામી અઠવાડિયે મ્યુઝિયમની ટીમ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને એ પછી જ અવશેષ કેટલા જૂના છે એની જાણકારી આપી શકાશે.

આ પણ વાંચોઃ હરિયાણાનો આ યુવક છે ઓફિશિયલી નાસ્તિક

હિમાચલ વન વિભાગની એક ટીમ એ વિસ્તારમાં વૃક્ષછેદન રોકવા માટે પૅટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને પથ્થરમાં આ વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા હતા. અનુમાન છે કે પૃથ્વી પર ડાયનોસૉર હયાત હતા એ વખતના આ અવશેષ હશે. શરૂઆતની તપાસમાં એ મેસોજૉઇક કાળના છે.

shimla