યસ બૅન્કના પૂર્વ CEO રાણા કપૂરને રાહત, મની લોન્ડરિંગ કેસમાં મળ્યા જામીન

25 November, 2022 04:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

માર્ચ 2020માં, સીબીઆઈએ રાણા કપૂર વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

યસ બૅન્ક (Yes Bank)ના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ રાણા કપૂર (Rana Kapoor)ને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં રાણા કપૂરને જામીન આપ્યા છે. રાણાની ED દ્વારા રૂા. 466.51 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસ સુધીર કુમાર જૈને રાણાની જામીન અરજી સ્વીકારી લીધી છે.

માર્ચ 2020માં, સીબીઆઈએ રાણા કપૂર વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધ્યો હતો. તેમના પર પદનો દુરુપયોગ કરીને પરિવારને ફાયદો પહોંચાડવાનો આરોપ છે. EDનો આરોપ છે કે રાણા કપૂરે તેમના પરિવાર અને અન્ય જાણીતા વ્યક્તિઓ સાથે જોડાયેલી કંપનીઓને લાભ આપવા માટે લોનનું વિતરણ કર્યું હતું, જેના કારણે યશ બૅન્કને રૂા. 466.51 કરોડનું નુકસાન થયું હતું.

ગૌતમ થાપર, અવંથા રિયલ્ટી લિમિટેડ Vs ઓઇસ્ટર બિલ્ડવેલ પ્રાઇવેટ લિમિટેડ અને અન્યો સામે 2017થી 2019 ના સમયગાળા દરમિયાન જાહેર ભંડોળના ડાયવર્ઝન અને ગેરઉપયોગ માટે ટ્રસ્ટના ગુનાહિત ભંગ, છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને બનાવટીનો આરોપ મૂકતો ECIR નોંધવામાં આવ્યો હતો. આ છેતરપિંડીથી યસ બૅન્કને 466.51 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

દીકરીઓએ DHFL પાસેથી લોન લીધી

રાણા કપૂરની ત્રણેય દીકરીઓનું નામ પણ આ પ્રકરણમાં સામે આવ્યું હતું. EDએ કહ્યું કે “DHFLએ રાણા કપૂરની દીકરીઓની ડુ ઈટ અર્બન કંપનીને 600 કરોડની લોન આપી હતી.” રાણા કપૂરની ત્રણ દીકરીઓની ધ થ્રી સિસ્ટર્સ નામની કંપની છે. રાણા કપૂરની પુત્રીઓ સામે લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી.

પ્રિયંકા ગાંધી પર પણ ગંભીર આરોપો

રાણા કપૂરે કેન્દ્રીય એજન્સીને જણાવ્યું હતું કે તેમને કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પાસેથી એમ.એફ. હુસૈનની પેઇન્ટિંગ ખરીદવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, તસવીરથી મળેલી રકમનો ગાંધી પરિવારે ન્યૂયોર્કમાં સોનિયા ગાંધીની સારવાર માટે ઉપયોગ કર્યો હતો.”

ચાર્જશીટ મુજબ, કપૂરે EDને જણાવ્યું હતું કે “તત્કાલિન પેટ્રોલિયમ પ્રધાન મુરલી દેવરાએ તેમને કહ્યું હતું કે જો તેઓ એમ.એફ. હુસૈનની પેઇન્ટિંગ ખરીદવાનો ઇનકાર કરે છે, તો તે માત્ર ગાંધી પરિવાર સાથેના તેમના સંબંધોને નુકસાન પહોંચાડશે એટલું જ નહીં, પણ તેમની પાસેથી `પદ્મ` સન્માન મેળવવામાં પણ મુશ્કેલી પડશે.

આ પણ વાંચો: Covid 19 Vaccine: ભારત બાયોટેક ઇન્ટ્રાનાસલ કોવિડ રસીને DCGIની મંજૂરી

national news yes bank yes bank crisis delhi high court