પ્રતિભા પાટિલને મળ્યો મેક્સિકોનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર

02 June, 2019 09:41 AM IST  |  પુણે

પ્રતિભા પાટિલને મળ્યો મેક્સિકોનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર

પ્રતિભા પાટિલને મળ્યો મેક્સિકોનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે શનિવારે વિદેશઓને આપવામાં આવતા મેક્સિકોનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઑર્ડર મેક્સિકાના ડેલ એગ્વેલા એજ્ટેકા'(ઑર્ડર ઑફ એજ્ટેક ઈગલ)થી સન્માનિત કરવામાં આવ્યા. ભારતમાં મેક્સિકોના રાજદૂત મેલ્બા પ્રિઆએ પુણેના MCCIA ભવનમાં આયોજિત સમારોહમાં પાટિલને સન્માનિત કરવામાં આવ્યા. પ્રતિભા પાટિલ 2007 થી 2012 સુધી રાષ્ટ્રપતિના પદ પર હતા. તેઓ ભારતમા પહેલા મહિલા રાષ્ટ્રપતિ હતા.

રાજદૂત પ્રિઆએ કહ્યું કે 1993માં આ પુરસ્કારની શરૂઆત તત્કાલીન રાષ્ટ્રપતિ અલ્બ્રેડો એલ. રૉડ્રિગ્ઝે કરી હતી. આ પુરસ્કાર પ્રમુખ દેશના રાષ્ટ્રાધ્યક્ષો અને મેક્સિકોમાં રાજદૂત રહેલા લોકોને પ્રદાન કરવામાં આવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન સહિત 13 ભારતીય નાગરિકોને અલગ-અલગ શ્રેણીઓમાં આ પુરસ્કાર મળી ચુક્યો છે.

દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાને પણ આ સન્માનવામાં આવ્યા છે. જો કે આ પહેલો મોકો છે જ્યારે એજ્ટેક ઈગલને કોઈ  મહિલાને સન્માનિત કરવામાં આવ્યા છે. આ મોકા પર પાટિલે કહ્યું કે આ પ્રતિષ્ઠિત પુરસ્કારને પ્રદાન કરવા માટે મેક્સિકોનો આભાર માનું છું.

આ પણ વાંચોઃ રામની મૂર્તિ ચોરી અને પછી ભગવાન સૂવા નથી દેતા એમ કહીને પૂજારીને પાછી આપી

વાસ્તવમાં આ સન્માન બંને દેશોની દોસ્તીનું સન્માન છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ટ્વીટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને શુભકામનાઓ આપી છે.

pratibha patil national news