ભૂતપૂર્વ વડા પ્રધાન આઇ. કે. ગુજરાલની હાલત ગંભીર

29 November, 2012 06:08 AM IST  | 

ભૂતપૂર્વ વડા પ્રધાન આઇ. કે. ગુજરાલની હાલત ગંભીર

૯૨ વર્ષના ગુજરાલને ૧૯ નવેમ્બરે ગુડગાંવની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ફેફસાંના ઇન્ફેક્શનથી પીડાઈ રહ્યા છે. ગઈ કાલે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે અન્ય લાઇફ સપોર્ટ સિસ્ટમ દૂર કરવામાં આવી હતી. તેમની હાલત સ્થિર છે, પણ હજી પણ તબિયત ગંભીર છે. ભૂતપૂર્વ વડા પ્રધાન છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. તેઓ એક વર્ષથી ડાયાલિસિસ પર હતા.