IPLના પૂર્વ કમિશ્નર લલિત મોદીના પત્નીનું અવસાન

26 December, 2018 02:53 PM IST  | 

IPLના પૂર્વ કમિશ્નર લલિત મોદીના પત્નીનું અવસાન

લલિત મોદીના પત્નીનું અવસાન(તસ્વીર સૌજન્યઃ લલિત મોદી ટ્વીટર)

IPLના પૂર્વ કમિશ્નર અને હાલ દેશ ભાગેડુ જાહેર થયેલા લલિત મોદીના પત્નીનું લંડનમાં નિધન થયું છે. સોમવારે મીનલ મોદીનું અવસાન થયું. તેમના નિધનના કારણનો ખુલાસો નથી કરવામાં આવ્યો પરંતુ 53 વર્ષિય મીનલ મોદી લાંબા સમયથી બીમાર હતા. લલિત મોદીનો પરિવાર હાલ લંડનમાં છે. IPLમાં ગરબડી અને મની લૉંડ્રિન્ગના આરોપમાં લલિત મોદીને ભાગેડુ જાહેર કરવામાં આવી ચુક્યો છે.

લલિત મોદીએ સ્વ. મીનલ મોદીને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી. જેમાં તેમણે લખ્યું કે 'મારી જિંદગી, આખરે તું અનંત યાત્રા પર ચાલી ગઈ. મને પૂરો વિશ્વાસ છે કે તું ઉપરથી અમને જોઈ રહી હશે.'

 

 

BCCIએ લલિત મોદી પર આર્થિક અનિયમિતતાઓના કારણે 2010થી પ્રતિબંધ મુકી દીધો છે. અને ત્યારથી જ લલિત મોદી લંડનમાં છે. જો કે લલિત મોદી અને BCCIનો સંબંધ હજી સુધી ટૂટ્યો નથી.

મહત્વનું છે કે લલિત મોદી સામે ભારતમાં અનેક આરોપો છે. જેમાં સૌથી ગંભીર EDએ લગાવેલા આરોપો છે. આરોપ છે કે તેમણે IPLના અધિકારો ટ્રાંસફર કરતા સમયે 125 કરોડનો ગોટાળો કર્યો હતો. જો કે આરોપોની પરવા કર્યા વગર લલિત મોદીએ EDને જોકર કહેતા કહ્યું હતું કે EDએ અત્યાર સુધી તેમની સામે આરોપો ઔપચારિક રીતે નક્કી નથી કર્યા.

national news indian premier league lalit modi