અમેરિકામાં પત્ની-માની હત્યા બદલ ભૂતપૂર્વ ભારતીય શોટ પુટ ખેલાડીની ધરપકડ

27 August, 2020 02:50 PM IST  |  Mumbai | Agencies

અમેરિકામાં પત્ની-માની હત્યા બદલ ભૂતપૂર્વ ભારતીય શોટ પુટ ખેલાડીની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

ભારત માટે ભૂતકાળમાં એશિયન ચૅમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ જીતનાર ઇકબાલ સિંહ પર તેની માતા નસીબ કૌર અને પત્ની જસપાલ કૌરની હત્યા કરવાનો આરોપ મુકાયો છે. મીડિયાના અહેવાલ મુજબ ૬૨ વર્ષના ઇકબાલ સિંહે આ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
પેનીસિલ્વેનિયાના દેલવારે કાઉન્ટીમાં રહેતા ઇકબાલ સિંહે સોમવારે પોલીસને બોલાવીને પોતાના ગુનાની કબૂલાત કરી હતી. પોલીસ જ્યારે ન્યુટુન સ્થિત ઇકબાલ સિંહના ઘરે પહોંચી ત્યારે પોતાની જાતને ચાકુ મારવાને કારણે તે લોહીલુહાણ હતો, અંદરની રૂમમાં બન્ને મહિલાઓ લોહીના ખાબોચિયામાં મૃત પડી હતી.
ઇકબાલ સિંહ પર પ્રથમ અને ત્રીજી ડિગ્રીની હત્યાના કેસ નોંધવામાં આવ્યા હતા. ઇકબાલ સિંહના ગુનાની ગંભીરતાને જોતાં કોર્ટે તેના જામીન નકાર્યા હતા. ઇકબાલ સિંહે તેના માટે કોઈ વકીલ પણ નહોતો કર્યો.
ભૂતપૂર્વ શોટ-પૂટ ઇકબાલ સિંહે ૧૯૮૩માં એશિયન એથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં દેશને બ્રોન્ઝ મેડલ જીતાવ્યું હતું. અમેરિકામાં ઇકબાલ સિંહ ટૅક્સી ડ્રાઇવર છે. સિંહને પોતે જ આપેલા જખમો માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

national news international news united states of america Crime News