ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હાનું નિધન

18 November, 2020 07:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હાનું નિધન

મૃદુલા સિન્હા

ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હાનું નિધન થયું છે. મૃદુલા સિન્હા શરૂઆતથી જ જનસંઘ સાથે જોડાયેલા હતા અને ભાજપના વરિષ્ટ અને પ્રભાવી નેતા હતા. તેમના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેદ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે, સિંન્હાજીને હંમેશા જનસેવાને લઈને પોતાના પ્રયાસોને લઈને યાદ કરવામાં આવશે.તે એક કુશળ લેખિકા હતા, જેમને સંસ્કૃતિની સાથે સહે સાહિત્યની દુનિયામાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને પ્રશંસકો સાથે મારી સંવેદના છે.

દેશના ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરતા લખ્યું છે કે ગોવાના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ટ નેતા મૃદુલા સિન્હાજીનું નિધન અત્યંત દુઃખદ છે. તેમને જીવનપર્યંત રાષ્ટ્ર, સમાજ અને સંગઠન માટે કામ કર્યું. તેઓ એક ઉત્તમ લેખિકા પણ હતા, તેમને તેમના લેખો માટે સદૈવ યાદ કરવામાં આવશે. તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ૐ શાંતિ.

રક્ષા પ્રધાન રાજનાથ સિંહ બાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ટ્વીટ કરીને ખેદ વ્યક્ત કર્યો હતો.

27 નવેમ્બર 1942ના રોજ બિહારના મુઝફ્ફરનગરમાં જન્મેલા મૃદુલા સિન્હા ગોવાના પહેલા મહિલા રાજ્યપાલ બન્યા હતા. રાજકારણ ઉપરાંત સાહિત્યની દુનિયામાં પણ તેમનું નામ ઘણા ઊંચા સ્થાને હતું. તેમણે પોતાના જીવનમાં 46થી વધુ પુસ્તકો લખી છે. વિજયારાજે સિંધિયા પર લખેલ તેમનું પુસ્તક 'એકથી રાની એસી ભી' પર ફિલ્મ પણ બની ચુકી છે.

તેમના પતિ ડોક્ટર રામકૃપાલ સિન્હા બિહારમાં કેબિનેટ મંત્રી અને કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી રહી ચુક્યા છે. અટલ બિહારી વાજપેયીની સરકાર દરમ્યાન મૃદુલા સિન્હા કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ રહ્યા હતા. બાદમાં તેમને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

national news goa