આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇનું નિધન,સ્વાસ્થ્યમંત્રીએ આપી માહિતી

23 November, 2020 06:37 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇનું નિધન,સ્વાસ્થ્યમંત્રીએ આપી માહિતી

તરુણ ગોગોઇ

આસામના પૂર્વ મુખ્યમંત્રી તરણ ગોગોઇનું સ્વાસ્થ્ય સોમવારે સવારે હજી વધારે બગડ્યું હતું અને હવે સ્વાસ્થ્ય મંત્રીએ માહિતી આપી છે કે તેમનું નિધન થઈ ગયું છે.

આસામના ત્રણવાર મુખ્યમંત્રી રહી ચૂકેલા તરુણ ગોગોઇનું સોમવારે સાંજે નિધન થઈ ગયું છે. ગુવાહાટી મેડિકલ કૉલેજમાં છેલ્લા ત્રણ દિવસથી તે સતત વેન્ટિલેટર પર હતા. રવિવારે તેમના સ્વાસ્થ્યમાં સુધારાના કેટલાક સંકેત દેખાયા હતા, પણ સોમવારે સવારે તેમની તબિયત વધારે બગડતા તેમને બચાવી શકાયા નહીં. તરુણ ગોગોઇ કોવિડ-19થી ઑક્ટોબરમાં સ્વસ્થ થઈ ગયા હતા. પણ બીમારી પછીની જટિલતાઓએ તેમને ધેરી લીધા. પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇ (Assam Ex Chief Minister Tarun Gogoi)ની ખરાબ સ્થિતિ જોતાં રાજ્યના સીએમ સર્બાનંદ સોનોવાલે બધાં કાર્યક્રમ રદ કરી દીધા અને તે ગુવાહાટી પહોંચી રહ્યા હતા.

86 વર્ષના તરુણ ગોગોઇ શનિવારે બેભાન થઈ ગયા હતા, ત્યારથી તેમને લાઇફસપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. સરમા ગોગોઇની તબિયત જાણવા ગુવાહાટી મેડિકલ કૉલેજ પહોંચ્યા હતા. આ પહેલા સોમવારે સવારે તરુણ ગોગોઇના દીકરા અને કૉંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ કહ્યું હતું કે રાજ્યના અને દેશના ઘણાં મોટા નેતાઓએ હૉસ્પિટલમાં તેમના પિરવાર સાથે મુલાકાત કરીને તેમના પિતાની તબિયત વિશે પૂછ્યું હતું. ખૂબ જ ભાવુક થયેલા ગૌરવે કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત કેટલાય મોટા નેતાઓએ તેમની સ્વસ્થતા વિશે પૂછપરછ કરી હતી." તેમણે કહ્યું, "મારા પિતા લગભગ ત્રણ મહિના હૉસ્પિટલમાં રહ્યા. ડૉક્ટર્સનું કહેવું છે કે જેવું સાહસ મારા પિતાએ બતાવ્યું છે, એવું તો અનેક યુવાનો પણ નથી બતાવી શકતા."

ગૌરવે જણાવ્યું કે હૉસ્પિટલ પ્રબંધને આઇસીયૂની અંદર લોકોની પ્રાર્થનાઓ, ભૂપેન હજારિકાના ગીત અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના ભાષણોને પ્રસારિત કરવા માટે સાઉન્ડ સિસ્ટમની પરવાનગી આપી હતી. જો કે, આ થેરેપી પણ ચમત્કાર કરી શકી નહીં. રવિવારે રાતે તરુણ ગોગોઇની પત્ની, દીકરો અને દીકરી સહિત આખો પરિવાર હૉસ્પિટલમાં હાજર હતા.

આસામના સ્વાસ્થ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોમવારે સવારે કહ્યું હતું કે ગોગોઇના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, મગજને કેટલાક સંકેત મળતા હતા. પેસમેકર લગાડડ્યા પછી તેમનું હ્રદય કામ કરતું હતું. આ સિવાય કોઇ અંગ કામ કરતું નહોતું. ગોગોઇનું રવિવારે છ કલાક સુધી ડાયાલિસિસ થયું, પણ તે ફરી વિષાક્ત વસ્તુઓથી ભરાઇ ગયું છે. પણ એવી સ્થિતિ નહોતી કે ફરી તેમનું ડાયાલિસિસ કરવામાં આવે.

assam national news