શું લૉકડાઉનના નિયમો નેતાઓને કે તેમના પરિવારને લાગુ નથી પડતા?

17 April, 2020 07:16 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

શું લૉકડાઉનના નિયમો નેતાઓને કે તેમના પરિવારને લાગુ નથી પડતા?

તસવીર સૌજન્ય: ANI

આખા દેશમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર ફેલાયેલો છે. વાયરસના સંક્રમણને લીધે દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકો સોશ્યલ ડિસટન્સિંગનું પાલન કરી રહ્યાં છે. ફણ કર્ણાટકામં આજે બનેલી ઘટના બાદ લાગી રહ્યું છે કે, જાણે લૉકડાઉનના નિયમો સામાન્ય જનતાની જેમ નેતાઓ અને તેના પરિવારને લાગુ નથી પડતા કે શું!

બેંગલુરૂથી લગભગ 28 કિમી દુર રામનગરના ફાર્મહાઉસમાં આજે કર્ણાટકના ભૂતપુર્વ મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીના દિકરા નિખિલના લગ્ન કોંગ્રેસના પુર્વ ગ્રુહ પ્રધાન એમ કૃષ્ણપ્પાની ભત્રીજી રેવતી સાથે થયા. લગ્નની જે તસવીરો સામે આવી છે તેમાં દેખાઈ રહ્યું છે કે સોશ્યલ ડિસટન્સિંગનું કોઈ જ નામો નિશાન નથી. બધા એકબીજાને ગળે મળતા અને હાથ મિલાવતા નજરે પડયા હતા અને કોઈના પણ મોઢા પર માસ્ક નહોતું.

ગુરૂવારે એચડી કુમારસ્વામીએ કહ્યું હતું કે, ધરમાં લગ્નના કાર્યક્રમનું આયોજન કરીશું તો સોશ્યલ ડિસટન્સિંગનું પાલન નહીં થાય એટલે ફાર્મ હાઉસમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બહુ ઓછા અને ખાસ લોકોને આમંત્રિત કરવામં આવ્યા હતા. છતા લગ્નમાં બહુ જ ભીડ હતી. વડાપ્રધાને જ્યેષ્ઠ નાગરિકોને આ સમયમાં ખાસ ધ્યાન રાખવાનું કહ્યું છે. પણ જાણે ભુતપુર્વ મુખ્યપ્રધાન એચડી દેવગોડાને આ સમજાયુ નહીં હોય અને તેઓ લગ્નના સમારોહમાં આખો સમય હાજર રહ્યા હતા.

કર્ણાટકના ઉપમુખ્ય પ્રધાન એએ નારાયણે આ બાબતે કહ્યું છે કે, રામનગરના ડેપ્યુટી કમિશ્નર પાસે આ ઘટનાનો અહેવાલ માંગ્યો છે. અહેવાલ અવ્યા બાદ અમે એક્શન જરૂર લઈશું નહીં તો પ્રશાસન પર સવાલ ઉઠાવામાં આવશે.

coronavirus covid19 national news karnataka bengaluru