ત્રણ મહિનામાં પહેલી જ વાર દેશમાં કોરોનાના 50,000 કરતાં ઓછા કેસ

21 October, 2020 01:47 PM IST  |  New Delhi | Agency

ત્રણ મહિનામાં પહેલી જ વાર દેશમાં કોરોનાના 50,000 કરતાં ઓછા કેસ

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના ઇન્ફેક્શનના કેસની ચોવીસ કલાકની સંખ્યા પહેલી વખત ૫૦,૦૦૦થી નીચે ઊતરી છે. ગઈ કાલે સવારે આઠ વાગ્યે ચોવીસ કલાકના કેસની સંખ્યા ૪૬,૭૯૦ નોંધાતાં અત્યાર સુધીનો કુલ આંકડો 75,97,063 પર પહોંચ્યો હતો. એ સાથે ચોવીસ કલાકમાં વધુ 587 દરદીઓનાં મૃત્યુ થતાં રોગચાળાનો કુલ મરણાંક 1,15,197 પર પહોંચ્યો હતો. એ સાથે રોગચાળામાં રોજિંદો મરણાંક સતત બીજા દિવસે 600થી નીચે રહ્યો એ પણ નોંધપાત્ર બાબત છે.

કેન્દ્રના આરોગ્ય ખાતાએ આપેલી માહિતી અનુસાર સાજા થતા દરદીઓની સંખ્યા 67,33,328 નોંધાતાં રિકવરી રેટ 88.63 પર પહોંચ્યો છે અને ઍક્ટિવ કેસિસનો આંકડો સતત ચોથા દિવસે 8 લાખથી નીચે રહ્યો છે. 7,48,538 ઍક્ટિવ કેસિસનો આંકડો ટોટલ કેસલોડના 9.85 ટકા છે. મૃત્યુ દર 1.52 ટકા રહ્યો છે. ચોવીસ કલાકના 587 જણના મૃત્યુમાં 125 મૃત્યુ મહારાષ્ટ્રમાં નોંધાયાં છે. કોરોના રોગચાળાના કુલ મરણાંક 1,15,197માં 42,240 મૃત્યુ મહારાષ્ટ્રનાં નોંધાયેલાં છે. ભારતમાં 28 જુલાઈએ 47,703 નવા કેસ નોંધાયા હતા.

કોરોનાને વૅક્સિનથી રોકી શકાશે નહીં: બ્રિટનના ચીફ સાયન્ટિસ્ટ ઍડ્વાઇઝરનો દાવો

એક બાજુ આખા વિશ્વમાં કોરોના વાઇરસની ૧૫૦ વૅક્સિન પર કામ ચાલી રહ્યું છે ત્યારે ટૉપ એક્સપર્ટે મોટો ઝટકો આપ્યો છે. બ્રિટનના ચીફ સાયન્ટિસ્ટ ઍડ્વાઇઝર સર પેટ્રિક વોલેસનું કહેવું છે કે કોરોનાને વૅક્સિનથી રોકી શકાશે નહીં. વૅક્સિન આવતા વર્ષે માર્ચ પહેલાં આવશે પણ નહીં. વોલેસનું કહેવું છે કે આજ સુધી ફક્ત ચિકન પોક્સ જ એવી બીમારી રહી છે જેને મટાડી શકાઈ છે. વોલેસનું કહેવું છે કે કોરોનાની સારવાર સીઝનલ તાવ જેવી હોઈ શકે છે. તેઓએ કહ્યું કે રિસર્ચ પહેલાં કરતાં સારું થઈ રહ્યું છે, પરંતુ હજી સુધી કોઈ એવી વૅક્સિન આવી નથી જે મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી શકે. પેટ્રિકે કહ્યું કે એવી વૅક્સિન મળે કે જેનાથી ઇન્ફેક્શનને સંપૂર્ણ રીતે રોકી શકાય એવી શક્યતાઓ ઘણી ઓછી છે. પેટ્રિકનું કહેવું છે કે આ વાતની સંભાવના વધારે છે કે બીમારી ફેલાતી રહેશે તો ક્યારેક સામાન્ય રહેશે. જોકે તેઓએ ચોક્કસથી કહ્યું છે કે વૅક્સિનેશનથી ઇન્ફેક્શનની શક્યતા ઘટશે. વાઇરસના કારણે જે બીમારીની ગંભીરતા અને તીવ્રતા વધશે. ત્યાર બાદ એ સામાન્ય ફ્લૂ જેવી થશે. તેઓએ કહ્યું કે આવનારા કેટલાક મહિનામાં નક્કી થશે કે કોઈ વૅક્સિન સુરક્ષા આપે છે તો તે કેટલા સમય સુધી અસર કરશે. સર પેટ્રિકનું કહેવું છે કે અનેક વૅક્સિન કેન્ડિડેટે ઇમ્યૂન રિસ્પોન્સ આપ્યો છે અને ત્રીજા તબક્કાના ટ્રાયલમાં ખ્યાલ આવે છે કે એ ઇન્ફેક્શન સામે લડી શકશે કે કેમ. તેઓએ કહ્યું કે એનાથી એ પણ ખ્યાલ આવે છે કે વૅક્સિન કેટલી સુરક્ષિત છે અને વસ્તીને પહોંચી વળવા કેવી રીતે આપી શકાશે. તેઓએ કહ્યું કે આવનારા માર્ચ પહેલાં વૅક્સિન સામાન્ય લોકો સુધી પહોંચવી મુશ્કેલ છે.

coronavirus covid19 national news