હૈદરાબાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પહેલીવાર BJPએ આપી ઔવેસીના પક્ષને માત

05 December, 2020 02:23 PM IST  |  Hyderabad | Agencies

હૈદરાબાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પહેલીવાર BJPએ આપી ઔવેસીના પક્ષને માત

હૈદરાબાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પહેલીવાર BJPએ આપી ઔવેસીના પક્ષને માત

ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ (જીએચએમસી)માં ૧૫૦ સીટ પર યોજાયેલી ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. સત્તારૂઢ તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)એ અત્યાર સુધીમાં ૫૬ સીટ પર જીત મેળવી છે. જ્યારે કે એઆઇએમઆઇએમએ ૪૩ સીટ પર જીત હાંસલ કરી છે. છેલ્લી ચૂંટણીમાં માત્ર ૪ સીટ પર વિજય મેળવનાર બીજેપી આ ચૂંટણીમાં જોરદાર પ્રદર્શન કરી રહી છે. ૨૦૧૬ની ચૂંટણીમાં ટીઆરએસને ૯૯ અને ઓવૈસીની એઆઇએમઆઇએમને ૪૪ સીટ પર જીત મળી હતી. જ્યારે કે કૉન્ગ્રેસને ફાળે માત્ર બે વૉર્ડ પર જીત નોંધાઈ હતી.
ચૂંટણી પ્રચાર દરમ્યાન તમામ પક્ષોએ પોતાના તરફથી જીતના ભરપૂર પ્રયાસ કર્યા હતા. ઓવૈસીના ગઢ મનાતા આ વિસ્તારમાં પોતાનું સ્થાન બનાવવા માટે બીજેપીએ પહેલી જ વાર નગર નિગમની ચૂંટણીમાં પોતાની તમામ શક્તિઓ કામે લગાડી દીધી હતી. અમિત શાહ, જે. પી. નડ્ડા અને આદિત્યનાથ યોગી જેવા તમામ મોટા નેતાઓએ બીજેપી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો.

national news hyderabad