મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પાંચ નક્સલીઓ ઠાર

18 October, 2020 09:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પાંચ નક્સલીઓ ઠાર

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં આજે પાંચ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. ગ્યારપટ્ટી વિસ્તારમાં રવિવારે એક મોટુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.

સાંજે ચાર વાગ્યાની આસપાસ શરૂ થયેલુ આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ પાંચ નક્સલીઓને ઠાર કર્યા છે. ગઢચિરૌલીના એસપીએ પોતાના નિવેદનમાં કહ્યુ હતું કે, પોલીસે સી-60 કમાંડો ધનોરા તાલુકાના વન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ દરમિયાન પોલીસના જવાનો દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં નક્સલીઓ ભાગવા લાગ્યા હતા. જો કે, બાદમાં તપાસ કરવામાં આવતા પાંચ નક્સલીઓના શબ મળ્યા હતા. તેમણે કહ્યુ હતું કે, આ તમામ શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

ડીઆઈજી સંદિપ પાટીલ અને એસપી અંકિત ગોયલના સુપરવીઝનમાં મનિષ કલવનિયા અને એસડીપીઓ ભાઉસાહેબ ધોળેની આગેવાનીમાં આ ઓપરેશન કરવામાં આવ્યુ હતું.

છેલ્લા બે વર્ષમાં ગઢચિરૌલી પોલીસે 20 નક્સલીઓને ખતમ કર્યા છે.

maharashtra