ભારતમાં ટૂંક સમયમાં શરૂ થશે પહેલી ઇન્ટ્રાનેઝલ કોરોના વેક્સિનનું ટ્રાયલ

19 October, 2020 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ભારતમાં ટૂંક સમયમાં શરૂ થશે પહેલી ઇન્ટ્રાનેઝલ કોરોના વેક્સિનનું ટ્રાયલ

ભારતમાં ટૂંક સમયમાં શરૂ થશે પહેલી ઇન્ટ્રાનેઝલ કોરોના વેક્સિનનું ટ્રાયલ

દેશમાં કોરોના વાયરસ (Coronavirus) મહામારીનો કહેર હવે ધીમે-ધીમે ઘટી રહ્યું છે. આ દરમિયાન કોરોના વૅક્સીન (Corona Vaccine)ને લઈને દેશમાં અનેક પ્રકારના સમાચાર આવી રહ્યા છે. આવતાં વર્ષ સુધીમાં દેશમાં કોરોનાની રસી આવવાની આશા દર્શાવવામાં આવી રહી છે. આ દરમિયાન, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે દેશમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા (Serum Institute of India) અને ભારત બાયોટેક (Bharat Biotech) આગામી મહિનાઓમાં ઇન્ટ્રાનેઝલ કોરોના વેક્સિનની છેલ્લી ટ્રાયલ શરૂ કરશે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે હાલ ભારતમાં એક પણ ઇન્ટ્રાનેઝલ કોરોના વેક્સિનની ટ્રાયલ થઈ રહી નથી પણ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા કે ભારત બાયોટેક આગામી મહિનાઓમાં પરવાનગી આપ્યા પછી આવી રસીના ક્લીનિકલ ટ્રાયલ થવાની શક્યતા છે.

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે અંતિમ ચરણના પરીક્ષણમાં સામાન્ય રીતે હજારો પાર્ટિસિપેન્ટ્સ સામેલ થાય છે. ક્યારેક ક્યારે 30,000થી 40,000 લોકો પણ ગોય છે. તેમણે જણાવ્યું કે હાલ દેશમાં કોઇપણ ઇન્ટ્રાનેઝલ રસીના પરીક્ષણ ચાલુ નથી. આ વેક્સીન ડાયરેક્ટ ઇન્જેક્શન દ્વારા ન આપીને નાક દ્વારા લોકોને આપવામાં આવે છે.

ભારતમાં રશિયન વેક્સિનના ટ્રાયલને પરવાનગી આપવામાં આવી
આ પહેલા ભારતમાં રશિયન વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલને પરવાનગી આપવામાં આવી છે. ભારતીય દવા મહાનિયંત્રક (DCGI)એ કોરોનાવાયરસ વિરુદ્ધ રશિયન વેક્સીન સ્પુતનિક-5ના બીજા અને ત્રીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલને પરવાનગી આપી દીધી છે. હૈદરાબાદ સ્થિતિ દવા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ (DRL)એ શનિવારે આ માહિતી આપી. ડીઆરએલ અને રશિયન સરકારી ફંડ વચ્ચે ભારતમાં આ વેક્સીનના ટ્રાયલ અને વિતરણને લઈને કરાર થયા છે.

national news coronavirus covid19