ભારતમાં કોરોના રસીને કારણે પ્રથમ મોતની પુષ્ટી

15 June, 2021 02:05 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના રસીના કારણે એક 68 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું. આ વાત કેન્દ્ર સરકારના એક રિપોર્ટમાં સામે આવી છે.

પ્રતિકાત્મક ફોટો

ભારતમાં કોરોના વેક્સિન લગાવ્યા બાદ મોત થયું હોવાના સમાચાર ફરી રહ્યાં હતાં. ત્યારે ભારતમાં કોરોનાની રસી લીધા બાદ પ્રથમ મોત થયુ હોવાની પુષ્ટી થઈ ચુકી છે. કોરોના રસીના કારણે એક 68 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું. આ વાત કેન્દ્ર સરકારના એક રિપોર્ટમાં સામે આવી છે.

રસી લગાવ્યા બાદ કોઈ ગંભીર થાય છે કે પછી મોત થાય છે તે અંગેની તપાસ માટે કેન્દ્ર સરકારે એક કમિટીની રચના કરી છે. આ કમિટીમાં વેક્સિન લીધા બાદ મૃત્યુ પામેલા લોકોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં ખુલાસો થયો કે એક 68 વર્ષના વૃદ્ધનું રસી લીધા બાદ મોત થયું હતું.

વૃદ્ધે 8 માર્ચ 2021 ના રોજ પહેલો રસીનો ડોઝ લીધો હતો. ત્યાર બાદ થોડ દિવસોમાં તેમનું મોત નિપજ્યુ હતું.

નોંધનીય છે કે દેશમાં હાલ કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં 60 થી 70 હજાર જેટલા કેસો નોંધાઈ રહ્યાં છે, જે રાહતના સમાચાર છે.

covid vaccine covid 19 coronavirus national news