આવતા વર્ષની શરૂઆતમાં દેશમાં મળશે કોરોનાની રસી : હર્ષ વર્ધન

29 September, 2020 12:35 PM IST  |  New Delhi | Agency

આવતા વર્ષની શરૂઆતમાં દેશમાં મળશે કોરોનાની રસી : હર્ષ વર્ધન

યુનિયન હેલ્થ મિનિસ્ટર ડૉ. હર્ષ વર્ધન

સમગ્ર દુનિયામાં કોરોનાની રસી શોધવાની એક પ્રકારની સ્પર્ધા થઈ રહી છે ત્યારે હેલ્થ મિનિસ્ટરીના જણાવ્યા પ્રમાણે ભારતમાં આ રસી વર્ષ ૨૦૨૧ની શરૂઆતથી મળવા લાગશે. કોવિડ-19 સામેની રસી શોધવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. યુનિયન હેલ્થ મિનિસ્ટર ડૉ. હર્ષ વર્ધને ગઈ કાલે પ્રેસ-બ્રિફિંગ દરમ્યાન કહ્યું હતું કે ‘હાલ દેશમાં ૩ અલગ-અલગ પ્રકરની રસીઓ શોધવા માટેના અંતિમ તબક્કાના પ્રયોગો ચાલી રહ્યા છે. ૨૦૨૧ના પહેલા ક્વૉર્ટરમાં આ રસી મળશે એવી અમને આશા છે.'  ભારતમાં પ્રથમ વાર દેશની સર્વોચ્ચ મેડિકલ રિસર્ચ બૉડી ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ એક વૅક્સિન પૉર્ટલ લૉન્ચ કર્યું છે. આ વૅક્સિન પૉર્ટલને કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધને લૉન્ચ કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધને જનતા વચ્ચે જાગરૂકતા પેદા કરવા માટે કોવિડ-૧૯ માટે વૅક્સિન પૉર્ટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પૉર્ટલ પર ભારતમાં વૅક્સિન વિકાસ સંબંધિત બધી સૂચનાઓ ઉપલબ્ધ રહેશે. આઇસીએમઆર દ્વારા વૅક્સિન પૉર્ટલને જાહેર કરવામાં આવશે. સમયની સાથે વિભિન્ન બીમારીઓને રોકવા માટે ઉપયોગ થનાર બધી રસીઓ માટે ઉપલબ્ધ ડેટાની સાથે વેબ પૉર્ટલને વધુ મજબૂત કરવામાં આવશે. 

national news new delhi coronavirus covid19 lockdown