દિલ્હી AIIMSમાં લાગેલી આગ કાબુમાં, અરૂણ જેટલી પણ આજ હોસ્પિટલમાં દાખલ છે

17 August, 2019 05:30 PM IST  |  New Delhi

દિલ્હી AIIMSમાં લાગેલી આગ કાબુમાં, અરૂણ જેટલી પણ આજ હોસ્પિટલમાં દાખલ છે

AIIMS માં લાગી આગને કાબૂમાં લેવાઈ (PC : ANI)

New Delhi : ભારતની રાજધાની દિલ્હીમાં જાણિતી હોસ્પિટલ AIIMS ને લઇને સમાચાર આવી રહ્યા છે કે શોર્ટ સર્કિટ લાગવાથી આગ લાગી છે. મહત્વનું છે કે ભારતના પુર્વ નાણા પ્રધાન અરૂણ જેટલી પણ હાલ એઈમ્સમાં દાખલ છે. એઈમ્સમાં પહેલા અને બીજા માળ પર આગ લાગી છે. જોકે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને આગને કાબુમાં લેવામાં આવી હતી.


આ ઘટનાને લઇને દિલ્હી ફાયરના ડાયરેક્ટર વિપિન કેંતલે મીડિયાને જણાવ્યું હતું કે ફાયર બહું મોટી લાગી ન હતું. તેમ છતાં હોસ્પિટલ હોવાના કારણે અમે વધુ ફાયર જવાનોને ઘટના સ્થળે ખડે પગે રાખ્યા છે.

national news new delhi