Gurugram Fire News: ગુરૂગ્રામમાં સેનિટાઇઝર બનાવવાની ફેક્ટ્રીમાં આગ

23 May, 2020 12:01 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Gurugram Fire News: ગુરૂગ્રામમાં સેનિટાઇઝર બનાવવાની ફેક્ટ્રીમાં આગ

ગુરૂગ્રામમાં સેનિટાઇઝર ફેક્ટ્રીમાં આગ

ગરમીમાં વધારો થવાને કારણે આગ લાગવાની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ હ્યો છે. તાજેતરમાં જ દિલ્હી પાસેના આવેલા ગુરૂગ્રામ સ્થિત ખેડકી દૌલામાં સેનિટાઇઝર બનાવવાની ફેક્ટ્રીમાં શનિવારે સવારે આગ લાગી હતી. અનુમાન લગાડવામાં આવે છે કે ફેક્ટ્રીમાં ગૅસ સિલિન્ડર ફાટવાને કારણે આગ લાગી છે. તો કંપનીના આસપાસના કેટલાક ઘર ખાલી કરાવવામાં પોલીસદળ લાગેલું છે. આગ કેવી રીતે લાગી અને આગને કારણે કેટલું નુકસાન થયું એ બાબતે તપાસ પછી માહિતી મળશે.

આગ ઓલવવામાં જોડાઇ ફાયરબ્રિગેડ ટીમ
કહેવામાં આવી રહ્યું છે કે સૂચના મળતાં પહોંચેલી ફાયર બ્રિગેટ ટીમ આગ ઓલવવાના કામમાં લાગી ગઈ છે. સેનિટાઇઝર ફેક્ટ્રીમાં આગ લાગવાને કારણે આગ ઓલવતી વખતે ખાસ સાવચેતીઓ રાખવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, આગ સ્ટેલા ફેક્ટ્રીના ગોડાઉનમાં લાગી છે. આ ફેક્ટ્રી કૉસ્મેટિક, પરફ્યૂમ વગેરે સામાન બનાવે છે. તો સાવધાની ખાતર ફેક્ટ્રીની પાસે આવેલા પાંચ ઘર ખાલી કરાવવામાં આવ્યા છે. તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણએ, આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલું છે. આમાં અત્યાર સુધી કોઇ જાનહાનિ થઈ નથી. જો કે આર્થિક નુકસાન કેટલું થયું તે પછીથી ખબર પડશે. સૂચના મળવા પર ફેક્ટ્રી પ્રબંધન સાથે જોડાયેલા લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તો, કર્મચારિઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે.

જાણો શું છે સેનિટાઇઝર
નોંઘનીય છે કે કોરોના વાયરસ સંક્રમણ ફેલાયા પછી લોકોમાં સેનિટાઇઝરનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. સેનિટાઇઝરમાં ટ્રાઇક્લોસાન નામનું એક કેમિકલ પણ હોય છે, જેને હાથની ચામડી શોષી લે છે. આ વાત સાચી છે કે તેનો વધારે ઉપયોગ હાથની માંસપેશીઓને નુકસાન પહોંચાડી શકે છે. સેનિટાઇઝરમાં એક ઝેરી તત્તવ બેન્ઝાલ્કોનિયમ ક્લોરાઇડ પણ હોય છે, જે જીવાણુઓને ઘટાડે છે, પણ સાથે જ આપણી ત્વચા માટે પણ નુકસાનકારક હોય છે. તેમ છતાં સેનિટાઇઝર ઝડપથી ઉપલબ્ધ હોવાની સાથે લાવવા-લઈ જવામાં વધારે સુવિધાજનક હોય છે.

national news haryana delhi news