પીએમ કૅર્સ ફન્ડ પર ખોટી જાણકારીના આરોપ હેઠળ સોનિયા સામે એફઆઇઆર

22 May, 2020 07:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પીએમ કૅર્સ ફન્ડ પર ખોટી જાણકારીના આરોપ હેઠળ સોનિયા સામે એફઆઇઆર

ફાઈલ તસવીર

દેશ હાલમાં કોરોના વાઇરસના મહાસંકટમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આની વચ્ચે કૉન્ગ્રેસ-બીજેપી વચ્ચે રાજકીય ઘમસાણ ચાલી રહ્યું છે. આ ઘમસાણ વચ્ચે કર્ણાટકના શિમોગા જિલ્લામાં કૉન્ગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી સામે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે. એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કૉન્ગ્રેસ પક્ષ દ્વારા સોશ્યલ મીડિયામાં ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે.

એવો દાવો કરવામાં આવ્યો છે કે ૧૧ મેએ કૉન્ગ્રેસ તરફથી ખોટા દાવા કરવામાં આવ્યા અને કેન્દ્ર સરકાર પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા, જેમાં પપીએમ કૅર્સ ફન્ડ સાથે જોડાયેલા કેટલાક આરોપ લગાવવામાં આવ્યા છે જે ખોટા હતા.

જેના આધારે કૉન્ગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી સામે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે. એફઆઇઆરમાં અપીલ કરવામાં આવી છે કે સોનિયા ગાંધી સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.